સમર્પણ હોસ્પિટલમાં જન્મ લેનાર દીકરીને પ્રાથમિક શિક્ષણ નિધિ સ્કુલ પ0 ટકા ફીમાં આપવામાં આવશે
નિધિ ફૂલ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નિ – શુલ્ક આરોગ્ય લક્ષી સેવા પ્રકલ્પ સન શહેરની વોર્ડ નં : – 1 માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા તંદુરસ્ત બાળ , ગુજરાતની આવતીકાલ ” અંતર્ગત તેમજ નિધિ સ્કૂલના ચેરમેન સજ્જનબા સિંધુભા ચુડાસમાની પ્રેરણાથી વાયરસના કપરા સમય બાદ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય બાબતે કાળજી લે તેના અનુસંધાને સાંઈનાથ હોસ્પિટલ તેમજ સી.જે.ગ્રુપ સહયોગથી નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નિ : શુલ્ક આરોગ્યલક્ષી સેવા પ્રકલ્પ તા 25-6-2023 ( રવિવાર ) ના રોજ સવારના 9 કલાકે નિધિ સ્કૂલ , ભારતીનગર – 2 , ગાંધીગ્રામ ખાતે રાજકોટના સામાજિક , રાજકીય તેમજ શૈક્ષણિક અગ્રણીઓની હાજરીમાં શરૂ કરવામાં આવશે .
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નિધિ સ્કુલના મેનેજીંગ ડાયરેકટર યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે તેમજ સ્કૂલનો શિક્ષક ગણ નિ : શુલ્ક સારવાર તેમજ નિ : શુલ્ક દવા મેળવી શકશે . તદઉપરાંત આ સેવા પ્રકલ્પના શરૂઆતમાં સર્વરોગ નિદાન કેમ્પ ” નું પણ આયોજન રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ સંચાલિત સાઈનાથ હોમીયોપેથીક હોસ્પિટલ દ્વારા તથા સી.જે. ગ્રુપના સહયોગથી સવારે 09:00 થી 12:00 દરમ્યાન નિધિ સ્કૂલ , ભરતીનગર -2 , ગાંધીગ્રામ ખાતે રાખવામાં આવેલ છે . આ સર્વરોગ નિદાન કેમ્પમાં હોમિયોપેથી સારવાર માટે ડો . હિતાર્થ મહેતા , ડો . કિંજલ મહેતા , ડો . માધવી વાગડિયા , ડો . પાર્થ દવે , ડો . નીરવ ગણાત્રા , ડો . મીરા વાધેલા ( જનરલ ચેકઅપ ) નીતાબેન ટાંક , ( દાંતના નિષ્ણાત ) ડો . જી નિમાવત ( ફીઝીયોથેરાપીસ્ટ ) , દયા હીરપરા ( લેબોરેટરી ) પોતાની માનદ સેવા આપશે તેમજ અન્ય સેવા પ્રકલ્પમાં સમર્પણ હોસ્પિટલના સહયોગથી બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત સમર્પણ હોસ્પિટલમાં જન્મ લેનાર દીકરીને પ્રાથમિક શિક્ષણ નિધિ સ્કૂલ દ્વારા 50 % ફીમાં આપવામાં આવશે . તેમજ નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ મફત મળી રહે તે અંતર્ગત જરૂર જણાશે ત્યાં સમર્પણ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ પણ નિ:શુલ્ક કાઢી આપી સારવાર તદ્દન મફત થાય તે અંગેની સુવિધાઓ નિધિ સ્કૂલ દ્વારા સેવા પ્રકલ્પ સ્વરૂપે વિં દ હી કા 15,0 શરૂ કરવામાં આવશે .
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત નિધિ સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર યશપાલસિ ચુડાસમા , હર્ષદ રાઠોડ , સી.જે. ગ્રુપના ચિરાગભાઈ ધામેચા , સમર્પણ હોસ્પિટલના ધર્મેન્દ્રસિંહ વાળા ઉ5સ્થિત રહ્યા હતા.