માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઈ મેરજા દ્વારા સંસ્થાના સેવા યુનિટ મહિલા આશ્રમ ખાતે તદન નિ:શુલ્ક હેલ્થ કેમ્પ સાથે ૧૦૦ વૃદ્ધ વડીલોને સ્ટીક આપવામાં આવી હતી.
મુખ્ય અતિથી કાલીદાસભાઈ ભાલોડીયા સાથે આ સેવાકાર્યના સહભાગી એવા જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાનુભાઈ મેતા, સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદ વિભાગના અધિકારી ડો.દીનાબેન સોનગ્રા, ડો.રંજીતા મેડમ સહિતના સાથે સંસ્થાએ વૃદ્ધ ડે-૨૦૧૮ની અનોખી ઉજવણી કરી હતી.
આ કેમ્પમાં બધી સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે. જેમાં ૧૪૦ દર્દીઓનું નિદાન, ડાયાબીટીસની તપાસ, લેબોરેટરી પણ ફ્રી કરી આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા તમામને નિ:શુલ્ક વિટામીન-એ, વોર્મ માટે આલ્બેંડાઝોલની ટેબલેટ અને મહિલાઓને નિ:શુલ્ક મલ્ટી વિટામીનની કેપ્સુલ આપવામાં આવી હતી સાથે વ્યસન-મુકિત અંગે શિબિર યોજી લોકોને વ્યસનમુકત કરવા પ્રયત્ન કર્યો હતો. જે મહિલાઓ રીક્ષા ચલાવી પગભર થવા માંગતી હોય તો તેને વિના રોકાણે નવી પીંક રીક્ષા.
માનવ કલ્યાણ રથ મહિલા ઓટો રીક્ષા આપવામાં આવે છે. તેમજ મહિલાઓ માટે આ સંસ્થાની અન્ય સેવાઓ વિશે વધુ માહિતી માટે સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા (મો.૯૪૨૬૭ ૩૭૨૭૩) કે સંસ્થાના પ્રમુખ ગીતાબેન પટેલ મો.૯૪૨૯૧ ૬૬૭૬૬નો સંસ્થાની ઓફિસ, ૩-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ. રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.