તાપી જીલ્લાના વ્યારામાં ૫૦ આદિવાસી વિધવા બહેનોને નિ:શુલ્ક ગૌદાન કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકના મોટા બંધારપાડા ગામે આદિજાતિ, પ્રવાસન અને વનમંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષપદે અને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિનામૂલ્યે ગૌદાનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગૌમાતા તો ઘર આંગણાની શોભા છે. કુટુંબનું અવિભાજય અંગ છે. આવી ગૌમાતા પાંજરાપોળમાં શોભે નહીં. ગૌમાતાને આશરો આપતી પાંજરાપોળોનો સંચાલકોને સમજાવ્યું કે જે ગૌમાતા દુધ આપી શકે તેમ છે, વંશ વારસો ચલાવી શકે તેમ છે, તેવી સારી ગાયો અને વાછરડીઓને આદિવાસી મહિલાઓ કે જે ખેતી કરે છે, તેમને વિનામૂલ્યે આપી, તેમને આર્થિક ઉપાર્જનમાં મદદ‚પ થવું. શ‚આતમાં ખેતીલાયક બળદો અને વાછરડા આદિવાસી વિસ્તારના ખેડુતો કે જેઓ હજુ પણ બળદથી ખેતી કરે છે. તેમને નિ:શુલ્ક આપવાની શ‚આત કરી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓને માધ્યમ બનાવી તાપી, ભ‚ચ, સુરત, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, પંચમહાલ, નર્મદા વિગેરે જિલ્લાઓમાં ૪૦,૦૦૦થી વધુ બળદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યારાના સામાજીક કાર્યકર યોગેશભાઈ પટેલના પ્રયાસોથી વ્યારા વિસ્તારની વિધવા બહેનોને ગાય પાળવા માટે સમજાવવામાં આવી અને મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ૫૦ વિધવા આદિવાસી ખેડુત મહિલાઓને ગૌમાતાનું દાન કરવામાં આવ્યું હતું. આ તકે બહેનો ગૌમાતા રાખવા માટે તૈયાર થઈ હતી. તેમને પણ ક્રમશ: ગૌદાન કરવામાં આવશે. ટેટોડા-બનાસકાંઠાની ગૌશાળાના સમસ્ત મહારાજ ગૌશાળાની ગાયો દાનમાં આપશે. આમ એક દ્વિતીય ગૌ સંસ્કૃતિ આધારિત સામાજિક અને આર્થિક ક્રાંતિના મંડાણ થયા છે. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ડો.કથીરિયાના ગૌસેવાના ઉમદા અભિનય પ્રયાસો માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ ગામીત, મોહનભાઈ ઢોડીયા, જિલ્લા કલેકટર, ડીડીઓ, પ્રાયોજન અધિકારી તથા ગણમાન્ય મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.