ગોંડલના અક્ષય ભારતીય મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. કોરોનાની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અનિલભાઈ ગજેરા, મૌલિકભાઈ ચાવડા, પુનિતભાઈ ચૌહાણ, રોહિત ભાઈ ચુડાસમા તેમજ સુમિતભાઈ રાદડિયા સહિતના લોકો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના દર્દીઓ તેમજ હોમ કોરોન્ટાઇન થયેલા દર્દીઓને બપોરે અને રાત્રે નિશુલ્ક ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ ટિફિનમાં બપોરે બે શાક, દાળ-ભાત, સલાડ, છાશ અને રોટલી અને રાત્રીના કઢી, ખીચડી, એક શાક તેમજ સલાડ પીરસવામાં આવી રહ્યું છે. રોજિંદા 15000 હજારનો ખર્ચ ઉઠાવવી આ સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં મેડિકલ સ્ટાફ માટે પણ ટિફિન સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવશે. ટિફિન મેળવવા ઇચ્છુક દર્દીઓએ મોબાઇલ નંબર 98795 26592 ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમજ મહામારીને ધ્યાનમાં રાખી મિત્ર મંડળ દ્વારા ડિસ્પોઝેબલ ડીશ, છાશ ની બોટલ આપવામાં આવી રહી છે. ડીશ પેકેજીંગ ખર્ચ પણ 8 થી 10 જેવો લાગી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.