જૂનાગઢનો વર્લ્ડ ફેમસ સકરબાગ પ્રાણીસંગ્રહાલય તા. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોવાથી વન્યજીવ સપ્તાહના પ્રથમ દિવસે જ ગઈકાલે 13,320 લોકોએ સકરબાગ ઝુની મુલાકાત લીધી હતી. દરમિયાન આજે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એક વિક દરમિયાન સકરબાગ ઝુમાં વિવિધ સ્પર્ધાઓના પણ આયોજન કરવામાં આવ્યા છે.

પ્રથમ દિવસે જ 13 હજારથી વધુ પ્રવાસીઓએ ઝુ જોયું

69માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા. 02-10-2023 થી તા. 8-10-2023 સુધી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતઓને પગપાળા મુલાકાત માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તથા આખા અઠવાડિયા દરમિયાન અહીં વિવિધ સ્પર્ધા તેમજ કાર્યક્રમનું આયોજન દર વર્ષે  કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગઈકાલે બીજી ઓક્ટોબર એટલે કે વન્ય જીવ સપ્તાહન પ્રથમ દિવસે 10,136 વયસ્ક પ્રવાસીઓ અને 3,184 બાળકો મળી કુલ 13,320 પ્રવાસીઓએ સકરબાગ ઝુની મુલાકાત લીધી હતી. અને અહીં વસતા ડાલામથ્થા સિંહ, વાઘ, દીપડા, ચિતા, હરણ, સહિતના વિવિધ જાતિના  પશુ, પક્ષી અને પ્રાણીઓને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

દર વર્ષે સક્કરબાગ ઝુમા 2 થી 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે. ત્યારે સકરબાગ ઝુમા પ્રવાસીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. તે સાથે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓના આયોજન થાય છે. ત્યારે આજે તા.  3જી ઓક્ટોબરે ધોરણ-1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અને ઓપન વિભાગ માટે ચિત્ર સ્પર્ધા, તા. 4 ઓક્ટોબરે ધોરણ-5 થી 9ના વિદ્યાર્થીઓ માટે ટ્રેઝર હન્ટ, તા. 5 ઓક્ટોબરે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા, તા. 6 ઓક્ટોબરે ધોરણ – 5 થી 9 નાં વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા, તા. 7મી ઓક્ટોબરે ધોરણ – 5 થી 9 નાં વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ અને તા. 8 ઓક્ટોબરે સમાપન સાથે ઇનામ વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.