- અરાઈસ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીનાં કુંડા, પક્ષીઘરો અને ચણની ડિશનું નિ:શુલ્ક વિતરણ
- અરાઈસ ગ્રુપ છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ માટે કરી રહી છે સેવા
- ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
ઉનાળાની ગરમી એના રૂદ્ર સ્વરૂપ બતાડી રહી છે. ત્યારે મનુષ્ય જાત તો અવનવા રસ્તાઓ થકી ગરમીથી બચાવ કરી શકે છે. આ ગરમીમાં પશુ અને પક્ષીઓની હાલત અતિ દયનિય હોય છે. ત્યારે ધ્રાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા ધ્રાંગધ્રાનાં ગ્રીનચોક ખાતે પક્ષીઓ માટેનાં પાણીનાં કુંડા, ચણની ડીશ અને અંદાજિત 5000 નંગ પક્ષીઓનાં ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે અરાઈસ ગ્રુપ છેલ્લા 18 વર્ષથી આ ભગીરથ કાર્ય નિશ્વાર્થ ભાવથી કરતુ આવ્યું છે. તેમજ પગયાત્રીઓનાં સેવા કેમ્પ, વૃક્ષારોપણ જેવી વિવિધ સેવાકીય કરતું આ ગ્રુપ અન્યોને એક પ્રેરણાતામક ઉદાહરણ પૂરું પાડે છે. આ દરમિયાન ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અરાઈસ ગ્રુપ છેલ્લા ૧૮ વર્ષથી પક્ષીઓ માટે ધારણ માં સેવા કરી રહ્યું છે જેમાં પક્ષીઓ માટે આજે ધ્રાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા ગ્રીનચોક ખાતે પાણીનાં કુંડા, ચણની ડીશ અને પક્ષીઓનાં ઘર અંદાજિત 5000 નંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
ઉનાળાની ગરમી એના રૂદ્ર સ્વરૂપ બતાડી રહી છે ત્યારે મનુષ્ય જાત તો અવનવા રસ્તાઓ થકી ગરમીથી બચાવ કરી શકે છે પણ આ કાળજાળ ગરમીમાં પશુ અને પક્ષીઓની હાલત અતિ દયનિય હોય છે. ધ્રાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા ધ્રાંગધ્રાનાં ગ્રીનચોક ખાતે પક્ષીઓ માટેનાં પાણીનાં કુંડા, ચણની ડીશ અને પક્ષીઓનાં ઘર અંદાજિત 5000 નંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું જો કે અરાઈસ ગ્રુપ છેલ્લા 18 વર્ષથી આ ભગીરથ કાર્ય નિશ્વાર્થ ભાવથી કરતુ આવ્યું છે. ઉતરાયણમાં ઈજાગ્રસ્ત પક્ષીની સેવા હોય કે વર્ષના કોઈ પણ દિવસ ધ્રાંગધ્રામાં પક્ષીઓને પડતી કોઈ પણ મુશ્કેલીમાં અરાઈસ ગ્રુપના મિત્રો પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે તેમજ પગયાત્રીઓનાં સેવા કેમ્પ, વૃક્ષારોપણ જેવી વિવિધ સેવાકીય કરતું આ ગ્રુપ અન્યોને એક પ્રેરણાતામક ઉદાહરણ પૂરું પાડે છે.
અહેવાલ: સાલીમ ઘાંચી