સતત ત્રણ દિવસ ઉકાળાનું પણ વિતરણ કરાશે

હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ ના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જો કે પાછલા ચાર કેસ નોંધાયો છે તે હળવદના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે જેને કારણે હળવદમાં કોરોના પોઝિટિવ નો આકડો નવ પર પહોંચ્યો છે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે એક જ પરિવારના ત્રણ સદસ્યો ને કોરોના પોઝિટિવ  આવતા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બનતા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે

જુના ધનાળા ગામે એક જ પરિવારના ત્રણ સદસ્યો કોનાથી સંક્રમિત થતા હાલ ગામમાં બનતા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગામમાં વહીવટદાર તરીકે એ.એમ સંઘાણીની નિમણૂક કરવામાં આવી છે હાલ ગામમાં સેનીટાઇઝર નું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ જે  વિસ્તાર ને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે તેમજ બફર ઝોન જાહેર કરાયો છે તે વિસ્તારમાં આવતા તમામ લોકોને બનતી તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે

સાથે ગામમાં સેનીટાઇઝર પણ કરવામાં આવી રહ્યું છે તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે સાથે સતત ત્રણ દિવસ માટે ગામમાં ઉકાળાનુ  વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે ગામના લોકો કોરોનાવાયરસ કી ગભરાઈ નહિ પરંતુ તકેદારી રાખે તે માટે સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગઈકાલે એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે નેગેટીવ આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હાલ ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતનાઓ દ્વારા ગામમાં ધામા નાખી હવે પછી ગામમાં કોઈ કોરોના રિપોર્ટ પોઝિટિવ ન આવે તે માટે બનતા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.