નંદ ગ્રુપ-યોગેશ્ર્વર પાર્ક દ્વારા સરકારના નીતી નિયમો મુજબ ગરીબ લોકોને માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ છે. માસ્કનુ વિતરણ આર.એન.સી. કવાર્ટર જનકપુરી ફલેટની સામે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને કરવામાં આવ્યુ હતું. આ માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફનું માર્ગદર્શન મળ્યુ હતું. આ કાર્યક્રમમાં સરકારના નિયમોનુ પાલન કરાવવા દીપકભાઇ મદલાણી તથા પિયુષભાઇ સિતાપરાએ દોરી સંચાર કરેલ.
૨૦૦૦ જેટલા માસ્ક વિતરણ કરવામાં નંદાભાઇ બોડા, મહેશભાઇ સુતરીયા, રૂષીત ગોવાણી, જગદીશભાઇ કણસાયરા, રિન્કેશભાઇ બોપલીયા, હિતેષભાઇ પાડલીયા, બિરેન કાલાવડિયા, નિર્ભયભાઇ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો તેમજ વિજયભાઇ બોડા, અતુલભાઇ ભાલોડી, નીતીનભાઇ કાનાણી, એલિવશ કાલરીયાએ જહેમત ઉઠાવી હતી.