જવાહર નવોદય વિદ્યાલય ગુજરાતમાં કુલ ૩૪ જગ્યાએ કાર્યરત જામનગરના તરઘડીમાં દર વર્ષે ૮૦ બાળકોને પ્રવેશ અંગેની માહીતી સાથે આયોજકો અબતકને આંગણે

મારબ સેવા સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી બાળકોના નિ:શુલ્ક શિક્ષણના માર્ગદર્શન માટે કાર્યરત છે. બાળકોને નિ:શુલ્ક શિક્ષણ માટે ગુજરાત  સરકાર તરફથી રાઇટ ટુ એજયુકેશન યોજના અને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિઘાલય યોજના ચલાવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ દિન નીતી ૧૯૮૬ હેઠળ જીએનવી દેશના ર૮ રાજયોમાં અને સાત કેન્દ્ર શાષિત પ્રદેશોમાં કાર્યરત છે. જીએનવી માં પ્રવેશ અંગેની બાબતો જીએનવી સમીતી સંભાળી છે. ગુજરાત રાજયમાં કુલ ૩૪ અને દેશભરમાં કુલ ૬૬૧ જીએનવી કાર્યરત છે. આ શાળાઓ સીબીએસઇ બોર્ડ દિલ્હી મુજબના અભ્યાસ ક્રમ ચલાવે છે. ગુજરાતી, હિન્દી અને ઇગ્લીશ ભાષામાં બાળકોને શિક્ષણ આપે છે. રાજકોટ જીલ્લાની જીએનવી જામનગર રોડ, તરઘડીમાં આવેલી છે. તેમાં દર વર્ષે ૮૦ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ૭૫ ટકા ગ્રામ્ય અને રપ ટકા શહેરી વિસ્તારમાં રહેતા બાળકોને પ્રવેશ મળે છે. જીએનવીમાં પ્રવેશ ૨૦૨૦ માટે ધોરણ-પ અને ૮ માં પ્રવેશ પરીક્ષા આપી ધોરણ ૬ થી ધોરણ  ૯ થી ૧ર સાયન્સ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક મેળવી શકાય છે. તેમાં રહેવાનું જમવાનું, ગણવેશ અને પુસ્તકો મફત આપવામાં આવે છે. શાળાના આચાર્ય દ્વારા ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ઓન લાઇન પ્રવેશ ફોર્મ અપલોડ કરવાના ફોર્મનો નમુનો મારબ સેવા સંસ્થા દ્વારા વિના મૂલ્યે મારબ સેવા સંસ્થા લક્ષ્મી સોસાયટી, મારવાડી બીલ્ડીંગ સામે, નાનામૌવા તેમજ પરમાણુ બિલ્ડીંગ આત્મીય કોલેજ પાછળ સત્યસાઇ હોસ્પિટલ ખાતેથી નિધાર્રતી સમયે અને તારીખે મળશે.

જીએનવી પ્રવેશ પરીક્ષા ૨૦૨૦ માટેના ફોર્મ ઓનલાઇન અપલોડ કરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર છે. તેની ખાસ નોંધ લેવી રાજકોટ જીલ્લાની પરીક્ષા તા. ૧૧-૧-૨૦૨૦ શનિવાર સવારે ૧૧.૩૦ કલાકે લેવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી. સફળ ઉમેદવારને તે અંગેનો મેસેજ મોબાઇલ ઉપર આપવામાં  આવશે. આ તકે આયોજકો ચિત્રોડા એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.