અન્નપૂર્ણા સહયોગ યોજના ટીમનું આયોજન
અન્નપૂર્ણા સહયોગ યોજના ટીમ દ્વારા કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શકિત વધારી રક્ષણ આપતી આયુષ મંત્રાલય સુચિત હોમયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણનો કાલે સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ સુધી કેમ્પનું આયોજન કરેલ છે.
દુનિયાભર મા કોરોના વાયરસ નો કહેર સમગ્ર વિશ્ર્વભરમાં ફેલાયેલો છે જેની સામે ભારત સરકાર આરોગ્ય વિભાગ અને રાજય સરકાર દ્વારા સાવચેતીના વિવિધ પગલા લેવાય રહ્યા છે. આ તકે મા અન્નાપૂર્ણા સહયોગ ટીમ દ્વારા સોની બજારકોઠારીયા નાકે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં સૌને લાભ લેવા અન્નપૂર્ણા સહયોગ ટીમ નમ્ર અનુરોધ કરી રહ્યા છે. આ આયોજનની વધુ વિગત માટે હિતેષ વાગડીયા, રાજેશ પાટડીયા, કમલેશ પાટડીયા, અને અક્ષય પારેખે ‘અબતક’પ્રેસની મુલાકાત લીધી હતી.