બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટને લગતા રોગો અંગે માર્ગદર્શન આપી નિદાન કરાયું
રાજકોટ પ્લેકસેસ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને પ્લેકસેસના ડોકટરો દ્વારા બી.પી. ડાયાબીટીસ તથા હાર્ટને લગતી બીમારીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં ખાસ વૃધ્ધોને હાર્ટને લગતી બીમારીની તપાસ કરી તથા કેવી રીતે બીમારી સમયે પરેજી પાળવી તે અંગે માર્ગદર્શન પણ આપવામા આવ્યું હતુ. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં શહેરનાં લોકો દ્વારા લેવામાં આવ્યો હતો.ડો. અમિત રાજ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હાર્ટના દર્દીઓ માટે દર મહિને આવા કાર્યક્રમ થવા જોઈએ. અમારી ટીમ અને સૌરાષ્ટ્ર ટ્રેડ એસોસીએશન સાથે મળીને હેલ્ધી હાર્ટ કેમ્પનું આયોજન કર્યું હતુ આજના જમાનામાં હાર્ટને લઈને તકલીફો આવતી (થતી) હોય છે. એટલે આજના કેમ્પનો ઉદેશ્ય એ છે કે આજે જેટલા પેસન્ટ આવે છે તેના હાર્ટ ચેકઅપ કરી હાર્ટની સ્થિતિ બતાવવી કેવી પરેજી પાળવી તે કહીએ.
અમારી ઈચ્છા છે કે આવા પ્રોગ્રામ સૌરાષ્ટ્ર ભરમાં દર મહિને અમે કરીએ હાર્ટની તકલીફ થાય તે પહેલા જ તેને પકડી લઈ અને દર્દીને તેની પરેજી કેમ કરવી તે જણાવીએ આજ અમારો ઉદેશ્ય છે. ખાસ કરીને વૃધ્ધો માટે અમે ખાસ ધ્યાન રાખી શકીએ છીએ.આ હોસ્પિટલમાં અમારી પાસે ઈમરજન્સી હાર્ટકેર સુવિધા છે. તથા ૧૦ બેડની ક્રિટીકલ કેર આઈ.સી.યુ. છે હાર્ટ માટેના સ્પેશ્યલ ડોકટરોની ટીમ તથા કારડીયોલોજીસ્ટ પણ છે.ગરીબો માટે સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડની વ્યવસ્થા ખૂબ સારી છે. ગરીબો માટે એ ખૂબ સરી અને ઉપયોગી સુવિધા છે. અને અહી ફલેકસીસ હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ તથા બીજા સરકારી યોજનાના કાર્ડ અહી ચાલે છે.
મહેશભાઈ નગદીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને પ્લેકસેસ હોસ્પિટલના સહયોગથી આજે જે કેમ્પ થઈ રહ્યો છે. તેમાં લોકોને હાર્ટ પ્રત્યે જાગૃત કરવાની એક શુભ ભાવના છે. તથા દર્દીઓની સેવા માટે તત્પર ટીમ માટે પણ આ આયોજન છે. તથા તે લોકોના સહકારથી જ આ કેમ્પ સફળ થયો છે. હાર્ટની જે બીમારી આવે છે તે અચાનક આવે છે.