પેટ, હૃદય, મગજ, હાડકાના રોગોની સારવાર લેવા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
ગોકુલ હોસ્પિટલ ખાતે ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું કારણ ગોકુલ હોસ્પિટલના ડાયરેકટર ડો.પ્રકાશ મોઢાના ૬૬માં જન્મદિન નીમીતે આ આયોજન કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં ક્રિટીકલ કેર, ન્યુરો ફિઝીશ્યન, ગેસ્ટ્રોલોજીસ્ટ અને હિપેટોલોજીસ્ટ, ર્ઓથોપેડીક તથા જોઈન્ટ રિપ્લેસ્મેન્ટ સર્જન, કાર્ડીયોલોજીસ્ટ તથા ન્યુરો અને સ્પાઈન સર્જરીના સર્જનો દ્વારા નિદાન કેમ્પમાં દર્દીઓની સારવાર આપવામાં આવી હતી.
આ તકે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડના સેન્ટર હેડ ડો.સનદ એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોકુલ હોસ્પિટલ હર હંમેશ દર્દીઓની સેવા કરવામાં જ માન્યું છે. ત્યારે હોસ્પિટલના મોભી અને ડાયરેકટર ડો.પ્રકાશ મોઢાનો જ્યારે જન્મદિવસ આવી રહ્યો છે તે નિમીતે કાંઈક નવું કરવા માટે સુચવતા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ૫૦ ટકા રાહતદરે જરૂરીયાતમંદ દર્દીઓને તપાસ કરાવવામાં આવશે. ગોકુલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં અનેકવિધ દર્દીઓએ ભાગ લીધો હતો અને પોતાની સારવાર પણ કરાવી હતી.
આ પ્રસંગે કાર્ડીયોલોજીસ્ટ ડો.તુષારકુમાર ભટ્ટીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લોકો તેમની રોજીંદગી કાર્યપ્રણાલીના લીધે કાર્ડીયેક બિમારીના ભોગ બનતા હોય છે. જેના કારણોસર તેઓને અનેકવિધ પ્રકારે કાર્ડીયેકને લગતા ગંભીર રોગોનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે જો દર્દીઓ તેમની જીવનશૈલી સુધારી નિયમીત તેમનું શરીર તપાસ કરાવે તો તેઓ ગંભીર બિમારીથી બચી શકે છે અને સ્વાસ્થ્યપૂર્વક જીવન જીવી શકે છે. લોકોને સહેજ પણ કાર્ડીયેક દુખાવો તો હોય તો તેઓ ગંભીરતાથી ન લેતા ઘરગથું ઉપાયથી તેનું નિવારણ કરવા માટે તત્પરતા દાખવે છે જે તેમના માટે ખુબજ જોખમી સાબીત થાય છે અને અને લાંબાગાળે તેઓએ ગંભીર સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. અંતમાં ડો.તુષાર ભટ્ટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૩૫ વર્ષની ઉમર બાદ નિયમીત પણે લોકોએ ફૂલબોડી ચેકઅપ કરાવવું જોઈએ જેથી કોઈપણ નાની-સુની બિમારીનું નિરાકરણ સરળતાી થઈ શકે. ત્યારે રાજકોટના લોકોમાં અનેકવિધ પ્રકારે જાગૃતતાનો અભાવ હોવાી તેઓને ઘણુખરું વેઠવું પડે છે.
અંતમાં ગેસ્ટ્રોલોજીસ્ટ ડો.અંકિત માંકડીયાએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની ઋતુમાં ફેર તથા લોકોની પાચનશક્તિ ખૂબજ નબળી પડી જતી હોય છે ત્યારે લોકો જો તેની યોગ્ય સાર-સંભાળ ન લઈ શકે તો તેઓને પેટના અનેકવિધ પ્રકારના ગંભીર રોગોનો સામનો કરવો પડે છે. જેમાં કમળો, આંતરડા અને લીવર પરની બિમારીનું ભોગ પણ બનવું પડે છે. લોકોએ ભોજન લેવાની પધ્ધતિમાં પણ ફેરબદલ કરવો જોઈએ. બહારનું ઝંકફૂડ, તળેલુ તથા ચિઝ બટર યુક્ત ખોરાકથી સાવચેત રહેવું જોઈએ અને નિયમીત સમયે લોકોએ તેમના પેટ, આંતરડાની તપાસ કરાવવી જોઈએ. જો આ લોકો નિયમીતપણે કાળજી કરતા થઈ જશે તો ગંભીર બીમારીથી તેઓ બચી શકશે. અંતમાં તેઓએ દર્દીને સલાહ આપી હતી કે, જ્યારે ઋતુ બેઋતુ થાય ત્યારે લોકોએ મહત્તમ દહીંનો ભોજનમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. જેથી પીત સહિત અન્ય બિમારીથી લોકો બચી શકે.