બહોળી સંખ્યામાં આર્થિક નબળા દર્દીઓએ લાભ લીધો નિ:શુલ્ક સોનોગ્રાફી ઉપરાંત હેલ્ધી બેબી કિટ અપાઇ
શહેરના જામનગર રોડ ગાયત્રી ધામ સોસાયટી ખાતે ડો. કડિયાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગ તથા બાળરોગ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગાયનેક વિભાગમાં જરુર પડયે ફ્રીમાં સોનોગ્રાફી પણ કરી આપવામાં આવી હતી. સાથે જ બાળરોગના આવેલ દર્દીઓને હેલ્થી બેબી કીટ પણ આપવામાં આવી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ હતો ને આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેવા દર્દીને સારી સારવાર મળે અને તેમના રોગની જાણ થાય અને લોકો તેની કાળજી રાખે. ગાયનેક વિભાગ ડો. બીપીન કાનાણી અને બાળરોગ વિભાગમાં રાજન કામદાર એ બન્ને ડોકટરોએ સેવા આપી હતી. આ હોસ્પિટલમાં અનેક રોગોની સારવાર આપવામાં આવી છે.
આર્થિક રીતે નબળા દર્દીઓને સારી સારવાર આપવાનો કેમ્પનો મુખ્ય હેતુ: ડો. આર.જે. કડીવાર
ડો. આર.જે. કડીવાર એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ડો. કડીયાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ જામનગર રોડ ગાયત્રી ધામ સોસાયટી ખાતે આવેલ છે. ત્થા વિના મૂલ્યે સ્ત્રી રોગ, અને બાળરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ગાયનેક વિભાગના જરુર પડયે ફ્રીમા સોનોગ્રાફી પણ કરી દેવામાં આવી હતી. બાળરોગમાં આવેલ દર્દને જરુરી હેલ્ધી બેબી કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ હતો કે જે લોકોની આર્થીક રીતે નબળી પરિસ્થિતિ હોય અને સારી જગ્યાએથી દવા ન લઇ શકતા હોય તેવા દર્દીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવે તેમના રોગની વ્યવસ્થીત માહીતી મળે અને કાળજી રાખે તે હતો.