શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણી, મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની આગેવાનીમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર. પૂ. ડે. મેયર દર્શીતાબેન શાહની ઉ૫સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલીકા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારુ રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઇ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામૂલ્યે સર્વરોય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો માટેના આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પને સફળ બનાવવા પૂર્વ મે. ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. અમીત હાપાણી થેમજ ડો. અતુલ પંડયાની ટીમે જહેમત ઉઠાવી હતી.
ભાજપ સરકારે મહીલા ઉત્કર્ષ, મીહલા સશકિતકરણ અને મહીલાઓના આરોગ્ય પ્રત્યે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમા૦ં મુકી છે ત્યારે શહેર ભાજપ મીહલા મોરચા દ્વારા આયોજીત આ કેમ્પમાં શહેર ખ્યાતનામ તબીબો ડો. જયપાલ અકબરી, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. જયેશ રાજયગુરુ, ડો. સંજય ખોખર, ડો. રવિન્દ્ર પરમાર, ડો. નિલાબેન રંગાણી, ડો. જયસન ધામેચા, ડો. ધર્મેશ પડવી, ડો. કૃણાલ મિસ્ત્રી, ડો. કૃતી સહીતના તબીબીઓ પોતાની સેવા આપી હતી અને તેમના દ્વારા તદન નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી.
આ કેમ્પ તબકકાવાર શહેરના દરેક વોર્ડમાં યોજાશે. જેની શરુઆત વોર્ડ નં.૪ માં ભગવતી પ્રાથમીક શાળા નં.૪૩ તેમજ વોર્ડ નં.૫માં પંડીત જવાહરલાલ નહેરુ પ્રાથમીક શાળા નં.૬૭ ખાતે કરવામાં આવી હતી.આ કેમ્પના પ્રાસંગિક પ્રવચન આપતા મેયર બીનાબેન આચાર્ય તેમજ ભાનુબેનબાબરીયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાજકીયની સાથો સાથ સામાજીક ક્ષેત્રે પણ સમાજને કોઇ ને કોઇ માઘ્યમથી જોડતી રહી છે