સેમિનારમાં ડો.અમિત માણેક ‘ડાયાબિટીસ’ અંગે સંપૂર્ણ માહિતી આપશે: ૨૦ જુલાઈથી ચાર દિવસીય વામકુક્ષી હાઉસ ખાતે ‘સહજ ધ્યાન યોગ’ શિબિરનું પણ આયોજન

આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્યની સંભાળ ખુબ જ મહત્વની બનતી જાય છે. આજનો માનવી રોજબરોજના કામમાં એટલો વ્યસ્ત છે કે સ્વાસ્થ્યની સંભાળ રાખતા જ ભૂલી જાય છે અને વિવિધ રોગોનો ભોગ બને છે. એક સર્વેક્ષણ મુજબ ભારતામાં ૬.૫ કરોડ લોકો ડાયાબીટીસના રોગથી પીડાય છે. ભારતમાં પ્રતિવર્ષ ડાયાબીટીસ પર ૪૦ હજાર કરોડનો ખર્ચ થાય છે.

આ અંગેનો ‘ડાયાબિટીસ મુકત જીવન’ ફ્રી સેમીનારનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.૧૬ જુલાઈ રવિવારના રોજ હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે સવારે ૧૧ થી ૧ કલાકે કરવામાં આવ્યું છે. આ સેમિનાર ડો.અમિત માણેક ડાયાબિટીસના રોગને ૩ દિવસમાં કઈ રીતે નાબુદ કરવો તે અંગેની માહિતી આપશે. આ સેમિનારમાં ડાયાબિટીસ શું છે ? ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ થવાના કારણો અને દવા વગર જ આ રોગમાંથી મુક્તિ કેમ મેળવી શકાય તે અંગેની રસપ્રદ માહિતી રચનાત્મક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવશે. આ ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન જ‚રી હોય મો.૯૨૭૪૪ ૬૦૧૨૬, ૯૦૯૯૯ ૯૦૫૪૭ પર આપનું નામ નોંધાવવા જણાવાયું છે.

સેમીનાર બાદ ૩ દિવસની ‘સહજ ધ્યાન યોગ’ની પ્રેકટીકલ નિ:શુલ્ક શિબિરનું આયોજન ” વામકુક્ષી  ફાર્મ હાઉસમાં તા.૨૦ થી ૨૩ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે. જેની વધુ માહિતી માટે મો.૯૭૨૪૪ ૬૦૧૨૬, ૯૦૯૯૯ ૯૦૫૪૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.