બોલબાલા ટ્રસ્ટ તથા વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ કલીનીકનાં સહયોગથીનાં વડીલો કે જેઓ કાનની બહેરાશ ધરાવે છે તે લોકો માટે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.ઉમંગ શુકલા, ડો.મનીષ મહેતા તથા વાત્સલ્ય હિયરીંગ કલીનીકની ઓડીયોલોજીસ્ટ ટીમ પોતાની નિ:શુલ્ક સેવા સાથે માર્ગદર્શન કાનની બહેરાશનું નિદાન તથા સારવાર તથા સાંભળવાની તકલીફવાળા દર્દીઓને બહેરાશની તપાસ કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં જરૂરીયાતમંદ ગરીબ ૫૩ દર્દીઓને તદન નિ:શુલ્ક હીયરીંગ મશીનનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં હાજર રહેલ વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ કલીનીકનાં ડોકટર તથા તેમની ટીમે બોલબાલા સંસ્થાનાં આવા સેવાકાર્યને બિરદાવ્યું હતું. જેમાં સંજુવાળા, મિલંદ ગઢવી, તેજસ પટેલ, પ્રીત ગૌસ્વામી, હકાભાઈ ચૌહાણ, જીજ્ઞેશ રાજાણી, મિલનભાઈ તેમજ વાત્સલ્ય અને બોલબાલા ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહીને વિતરણ કાર્ય સંપન્ન કર્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા બોલબાલા ટ્રસ્ટનાં ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે સહયોગ આપનાર સંસ્થા તથા ફ્રી સેવા આપનાર ડોકટર તથા તેમની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.