કાલે સાંજે ઉદ્ઘાટન સમારોહ
ચાર વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે શહેરના શિરમોર ગ્રુપ એવા જૈનમ્ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન તદ્ન વ્યાજબી સીઝન પાસ સાથે કરવામાં આવી રહયું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફરી એકવાર આગામી તા.26 સપ્ટેમ્બર થી 5 ઓકટોબર દરમ્યાન જૈનમ્ની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું બેનમુન આયોજન રાજકોટનાં રાજમાર્ગ એવા 150 ફુટ રીંગ રોડ ઉપર શહેર નાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે.
આ આયોજનનાં ભાગરૂપે જૈનમ્ દ્વારા જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે તા.16-09 શુક્રવારનાં રોજ સાંજે 7.30 કલાકે, ન્યુ તાલ દાંડીયા એકેડેમી, રામકૃપા પાર્ટી પ્લોટ, ર્સ્ટલીંગ હોસ્પિટલ સામે, નાણાવટી ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે દાંડીયા રાસ કલાસીસમાં ફ્રી કોચીંગનો શુભારંભ કરવામાં આવનાર છે, આ કલાસીસનો શુભારંભ મોર્ડન ગ્રુપનાં મુકેશભાઈ દોશી અને જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠનાં હસ્તે કરવામાં આવનાર છે. આ કલાસીસમાં જૈન ખેલૈયાઓ જેમણે જૈનમ નવરાત્રી મહોત્સવનાં સીઝન પાસ લીધેલ છે તેઓ માટે જ તા.16-9 થી તા.23-9 સુધી દરરોજ રાત્રે 8 થી 9 કાર્યરત રહેશે. કલાસીસમાં નામ નોંધાવવા અને વધુ માહીતી માટે ધૈર્યભાઈ પારેખ મો.93764 01110 ઉપર સંપર્ક કરવો.
આ નવરાત્રી મહોત્સવમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સિલ્વર, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન સંગીન, ટાઉનટાઉન સંગીની તેમજ એલીટ સંગીની જોડાનાર છે.
પાસ માટે ફોર્મ મેળવી અને ભરીને પરત કરવાનાં સ્થળોમાં જૈનમ કાર્યાલય – ડોકટર પ્લાઝા, જયુબીલી બાગ સામે, કસ્તુરબા રોડ,રાજકોટ, શ્રી અંબા આશ્રિત સારીઝ – દિવાનપરા મેઈન રોડ, રાજકોટ, જૈન બ્રાઈટ સ્ટીલ ટ્રેડર્સ : ધારેશ્ર્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ., તપસ્વી સ્કુલ : 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ, શિતલ જ્વેલર્સ : 9-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ,રાજકોટ., નેમીનાથ વિતરાગ ઉપાશ્રય : ગાંધીગ્રામ, રાજકોટ. ભરતભાઈ દોશી મો.98242 00670, હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ, ઉર્મિ એમ્પોરીયમ : 22-સદ્ગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ, ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ , 103-વર્ધમાન કોર્મિશયલ, સાધુ વાસવાણી રોડ, કૌશલ્યમ્ માર્કેટીંગ , 20/26 ન્યુ જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહીતી માટે જીતુ કોઠારી – 98250 76316, સુજીત ઉદાણી – 98246 50501 તથા જયેશ વસા – 98240 45601 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.