ડાન્સ દિવાને શોની લાસ્ટ ફોર ફાઈનાલિસ્ટ

બોલીવુડનાં નામી કોરિયોગ્રાફર પાસેથી ડાન્સ શીખ્યા બાદ ૧૪ વર્ષની માનસી ધ્રુવ રાજકોટનાં ઉભરતા કલાકારોને ડાન્સ શીખવશે

ચેનલ કલર્સ પર ચાલી રહેલા ડાન્સ દીવાને પ્રોગ્રામમાં રાજકોટની માનસી ધ્રુવે શાનદાર દેખાવ કરીને ફોર ફાઈનાલિસ્ટમાં પ્રવેશ કરીને ફરી એક વખત રાજકોટનું નામ રોશન કર્યું છે. આ પહેલા પણ દેશની ટોચની ચેનલોના ડાન્સ પ્રોગ્રામમાં પણ પોતાનું કૌવત ઝળકાવી ચુકેલી રાજકોટની માનસી ધ્રુવે પોતે મેળવેલી સિદ્ધિ બાદ હવે પોતાના અનુભવનો લાભ ડાન્સ શીખી રહેલા બાળકોને પણ મળે તે માટે આવતીકાલે ફ્રી ડાન્સ વર્કશોપનું આયોજન કર્યું છે.

આવતીકાલે રાજકોટના રૈયા રોડ પર સદગુરુ તીર્થધામની પાછળ જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપની ખાતે યોજાનારા વર્કશોપ અંગે વધુ વિગત આપતા માનસી ધ્રુવે જણાવ્યું હતું કે કલર્સમાં ચાલી રહેલા ડાન્સ દીવાને કાર્યક્રમ દરમિયાન મને ઘણું નવું શીખવા મળ્યું છે. આ મુકામ સુધી પહોંચી છું ત્યારે રાજકોટના ઉભરાતા ડાન્સ કલાકારો માટે મારે કંઈક કરવું જોઈએ એવી ભાવના સાથે રાજકોટમાં એક દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કર્યું છે. જેમાં કોઈપણ ડાન્સમાં ‚ચિ ધરાવતા બાળકો વિનામૂલ્યે ભાગ લઈ શકે છે.

માત્ર ૧૪ વર્ષની માનસી ધ્રુવ હાલ રાજકોટમાં નવમાં ધોરણમાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને છેલ્લા ૭ વર્ષથી ઈન્ડિયન કલાસિકલ ડાન્સ શીખી રહ્યા છે અને કથકમાં ઉપન્યાસ વિશારદ પણ કરેલું છે અને જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપનીમાં છેલ્લા ૩ વર્ષથી જયદીપ ટીમાણીયા પાસેથી વેસ્ટર્ન ડાન્સ સ્ટાઈલની ટ્રેઈનિંગ લઈ રહ્યા છે જેમાં ક્ધટેમ્પરરી, હિપહોપ, બોલીવુડ એન્ડ જાઝ સ્ટાઈલ સામેલ છે. તેમના પપ્પા મેહુલકુમાર ધ્રુવ અને મમ્મી પલ્લવી ધ્રુવ જણાવે છે કે માનસીને નાનપણથી ડાન્સનો ગજબનો શોખ હતો અને અમે એને કથકમાં બેસાડી હતી પણ આજે કલર્સમાં રિયાલિટી શોમાં જયારે દિગ્ગજ જજીસ અને કલાકારોની વચ્ચે આટલું સારું પર્ફોમન્સ કરીને લાસ્ટ ફોર ફાઈનાલિસ્ટમાં પહોંચીને જે ગૌરવ અપાવ્યું છે તે અમારા માટે પણ એક ગૌરવની ઘડી સમાન છે. તેઓ કહે છે કે માનસીએ અત્યાર સુધીમાં ૩૦થી વધારે સ્ટેટ લેવલની ડાન્સ સ્પર્ધામાં નંબર ૧ રહી છે અને રાષ્ટ્રીય લેવલ પર પણ ૩ વખત વિજેતા બન્યા છે. આ ઉપરાંત સોની ટીવી પર સુપર ડાન્સર, ડીઆઈડી લિટલ માસ્ટર ઝી ટીવી પર અને સુપર ડાન્સર ચેપ્ટર ૨માં પણ પસંદ થઈ ચુકયા છે.

વર્કશોપને વધુ સફળ બનાવવા માટે અક્ષર આર્ટસ સેન્ટરના કમલેશભાઈ પરમાર ઉપરાંત ફોર્સ ઈન્ડિયા બેવરેજીસ ફેવરિટોના અશોકભાઈ ખાનપરા, હોટેલ મિન્ટ રેટરો-ટેઈકઅવે અને જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપની સપોર્ટ કરી રહી છે. વર્કશોપમાં ભાગ લેવા માટે મો.નં.૮૩૦૬૬ ૦૨૭૮૩ ઉપર નામ નોંધાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.