મારબ સેવા સંસ્થા દ્વારા આયોજન: વાલીઓને હાજર રહેવા અનુરોધ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મારબ સેવા સંસ્થા બાળકોના ફ્રી શિક્ષણના અધિકારીની રક્ષાની કામગીરી કરે છે. જેમાં બાળકોના વાલીઓનો સંપર્ક કરવો, બાળ શિક્ષણની જાણકારી આપવી, ગરીબ પછાત એરીયાના બાળકોને વધુમાં વધુ નિ:શુલ્ક, શિક્ષણ મળી રહે તે માટે સર્વે કામગીરી કરવામાં આવે છે. અશકત અને ગરીબ વાલીઓને જરૂરી ડોકયુમેન્ટ અગાઉથી જ તૈયાર કરી રાખવા મદદ કરવામાં આવે છે.
આ શૈક્ષણિક વર્ષ દરમ્યાન સંસ્થા દ્વારા ત્રણ માસ માટે આર.ટી.ઈ. શિક્ષણ સંદેશ રથ ફેરવવાનું આયોજન કર્યું છે. જેમાં બાળકનું નામ જન્મ તારીખ નોંધાવી શકાય છે. જન્મ તારીખની લાયકાત ધરાવતા દરેક સમાજના હજારો બાળકોને લાભ થશે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈશાઈ ધર્મના વાડા વગર શિક્ષણને બાળક સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેનો માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો છે. આ સેમીનારમાં આરટીઈ ઓનલાઈન જેવી જ માહિતી ધરાવતા નમુનાના ફોર્મની ઝેરોક્ષ મફત આપવામાં આવશે. તેનો લાભ લેવા વિનંતી. આ બધી માહિતી અગાઉથી ભરી રાખવામાં આવશે તો વાલીઓને ફોર્મ ભરવામાં સરળતા રહેશે. કનેકિટવિટીના પ્રશ્નો અને સર્વર ડાઉનના પ્રશ્નોની સામે રક્ષણ મળશે. માર્ગદર્શન સેમીનારમાં ડમી ફોર્મ પ્રેકટીકલ ભરાવવામાં આવશે. ફરજીયાત માહિતીનું વર્ગીકરણ કરી ભુલ ભરેલા ફોર્મ કેન્સલ થતાં અટકાવવાનો ઉમદા હેતુ છે.
વાલીઓને મુંજવતા પ્રશ્ર્નોના વ્યવહારુ ઉપાયો શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. દરેક સમાજના બાળકોને પ્રવેશ માર્ગદર્શન સેવા મફત આપવામાં આવે છે માટે દરેક સમાજ તેમજ દરેક વાલીઓને કાલે સાંજે ૫:૩૦ કલાકે હાજર રહેવા અનુરોધ કરાયો છે. સેમીનારની સફળતા માટે આયોજકો દેવજી લીંબોલા, રાજેશ ચુડાસમા અને વિશાલ પરમારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.