જુલાઇ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનું લક્ષ્યાંક: પ્રથમ ચરણમાં ૩ કરોડ હેલ્થ વર્કર અને જરૂરિયાતમંદોને અપાશે મફત ડોઝ
કોરોના વાયરસને નાથી મહામારીના આ કપરા કાળમાંથી ઉગરવા દરેક દેશો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન અને રશિયા બાદ હવે, ભારતમાં રસીકરણ ઝુંબેશ શરૂ થવાની છે. ત્યારે આજરોજ ડ્રાયરનની સમીક્ષા કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવે માત્ર રાજધાની દિલ્હીમાં નહીં પણ સમગ્ર દેશમાં નકોરોના કવચથ ફ્રી મળશે. પ્રથમ ચરણમાં જુલાઈ માસ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસીકરણનું લક્ષ્યાંક સેવાયું છે. જેમાંથી ૩ કરોડ હેલ્થ વર્કર અને જરૂરીયાતમંદોને નવા વર્ષની ભેટ સ્વરૂપે મફતમાં ડોઝ આપવાનું એલાન કરાયું છે. જયારે બાકીનાં ૨૦ કરોડ લોકોને પણ મફતમાં રસી આપવી કે કેમ?? તે અંગે જૂલાઈ સુધીમાં નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સામેની લડાઈમાં સરકારે નત્રિદેવથના રૂપમાં ત્રણ રસી મેદાને ઉતારવાનો તખ્તો ઘડયો છે. જેમાં દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસન, ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકટ દ્વારા વિકસાવાયેલી સીરમ ઈન્સ્ટિટયુટની કોવિશીલ્ડ અને ઝાયડસ કેડીલાની ઝાયકોવ-ડી રસીનો સમાવેશ છે. તેમાં પણ તાજેતરમાં જ નત્રિદેવથ રૂપી એક એવી સીરમ ઈન્સ્ટીટયુટની કોવિશીલ્ડને એકસપિર્ટ કમીટીએ મંજૂરી આપી દીધી છે. જેના ૪ થી ૬ અઠવાડિયાના અંતરે બે ફુલ ડોઝન અપાય તેવી યોજના છે. જેને ડીસીજીઆઈની લીલીઝંડી આગામી ૭ થી ૧૦ દિવસમાં મળ્યાબાદ રસીકરણ ઝુંબેશ શરૂ થઈ જાય તેવી તીવ્ર ધારણા છે.
દેશમાં હજુ એક માત્ર કોવિશીલ્ડને જ મંજૂરી પ્રદાન કરાઈ છે. જયારે કોવેકિસનના અંતિમ તબકકાનાં પરીક્ષણનાં પરિણામો બાદ હવે તેને પણ મંજૂરી પ્રદાન કરવા વિચારણા થઈ રહી છે. હાલ, પ્રથમ ચરણમાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાના અભિયાનમાં આ બે રસી ઉપરાંત, ઝાયકોવ-ડી પણ મેદાને ઉતારાશે. કોવિશિલ્ડએ નવેકિસન ફોર ધ વર્લ્ડથ તરીકે પણ ઓળખાય છે. આ રસી અન્ય તમામ રસી કરતા સસ્તા દરે ઉપલબ્ધ થઈ છે. આથી કોવિશીલ્ડ અને સ્વદેશી રસી કોવેકિસન પર સરકારની મોટી આશા છે.