- જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઇ શેઠ, મુકેશભાઇ દોશી અને હિતેશભાઇ મહેતા હસ્તે કોચીંગ ક્લાસનો પ્રારંભ કરાયો
છેલ્લા છ વર્ષથી અવિરતપણે એક્સક્લુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં સાતમાં વર્ષનાં આયોજન એવા જૈનમ્ નવરાત્રી મહોત્સવ-2024 અંતર્ગત જે ખેલૈયાઓ સીઝન પાસ લઈને રમવાનાં છે. તેવા યુવાનો, મહીલાઓ સહીત સમગ્ર પરિવારજનો આ વર્ષનાં અવનવા દાંડીયાનાં સ્ટેપ્સ અંગે માહીતી મેળવીને તેની પ્રેક્ટીસ કરી શકે શારીરીક સ્ફુર્તિમાં વધારો થાય, પ્રેક્ટીસ થકી તમામ લોકોમાં ઉત્સાહ અને એનર્જીનો સંચાર થાય તેવા હેતુ ગત વર્ષની માફક આ વર્ષે પણ જૈનમ્ દ્વારા બે સ્થળોએ નિ:શુલ્ક ધોરણે જૈનનાં સિઝન પાસ હોલ્ડરો માટે કોચીંગ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના સંદર્ભે તા.17નાં રોજ જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, મુકેશભાઈ દોશી (મોર્ડન), હિતેશભાઈ મહેતાનાં હસ્તે શ્રીરામ કૃપા પાર્ટી પ્લોટ, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, 150 ફુટ રીંગ રોડ સામે, રાજકોટ ખાતે કોચીંગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ કેમ્પ ખાતે જૈનમ્નાં સીઝન પાસ હોલ્ડર સહપરિવાર દરરોજ રાત્રે 8.00 થી 9.00 નિ:શુલ્ક કોચીંગ મેળવી શકશે. આ કેમ્પ ખાતે ટ્યુટરો ધૈર્ય પારેખ તથા દ્રષ્ટી વખારીયા કોચીંગ પુરૂં પાડશે. અન્ય એક કેમ્પનું તા.18 નાં રોજ અરિહંત ઈમ્પેક્ષ, મક્કમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પને જેનીશભાઈ અજમેરા, વિભાશભાઈ શેઠ, વિરભાઈ ખારાનાં વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધવલ કોઠારી અને અમિ કોઠારી આ બન્ને ટ્યુટરો આ કોચીંગ ક્લાસ ખાતે દરરોજ રાત્રે 9.30 થી 10.30 નિ:શુલ્ક કોચીંગ પુરૂં પાડશે. આ ક્લાસની વિશેષ માહીતી માટે સંકલન કર્તા જયેશભાઈ મહેતા – 93741 01885 ઉપર સંપર્ક કરી શકાશે.
આ બન્ને સ્થળોએ શરૂ થઈ ચુકેલા કોચીંગ કલાસમાં જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓને ટયુટરો પાસેથી અવનવા આ વર્ષનાં નવિનત્તમ સ્ટેપ્સનું કોચીંગ મેળવી શકશે. પરિવારનાં તમામ લોકો એક જ સ્થળે કોચીંગ મેળવી રાસોત્સવનો ભરપુર આનંદ મેળવી શકે તેવું નિ:શુલ્ક આયોજન જૈનમ્ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જૈનમ્નાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ તમામ સિઝન પાસ હોલ્ડરોને આ કોચીંગ કલાસનો લાભ લેવા અનુરોધ કરેલ છે.