શહેરના જરુરીયાતમંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત પુજીત રુપાણી મેમો. ટ્રસ્ટ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલનાં સંયુકત ઉપક્રમે કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.
જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ (ફોન નં. ૨૭૦૪૫૪૫) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રુબરુ અથવા ફોનથી પણ કરાવી શકાશે.આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબી ડો. પરિનભાઇ પટેલ તથા ડો. રશ્મિબેન જૈન શાહ સેવાઓ આપશે. જેમાં મોં, ગળુ, જડબુ બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રુબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.
સાથો સાથ અચાનક દેખા દેતા આ રોગનું નિદાન કરવા માટે નીચે દર્શાવેલા લક્ષણો પૈકી કોઇપણ એક દેખાય તો પણ લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેવું જોઇએ. આ લક્ષણો નીચે મુજબ છે. લાંબા સમયથી ન ‚ઝાતું ચાંદુ, લાંબો સમય અવાજ બેસી જવો, ખોરાક – પાણી ગળવામાં પડતી તકલીફ, ગળામાં સતત દુખાવો ચાલુ રહેવો, મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી, શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ હોવી, લાંબા સમયથી ખાંસી હોવી. ગળફામાં લોહી નીકળવું, સફેદ પાણી, મોનોપોઝ પછી બ્લીડીંગ, ગર્ભાશયમાં ગાંઠ, ઓવેરીયન કેન્સર, ગર્ભાશયના મુખ પર ચાંદી, માસિક બંધ થાય પછી બ્લીડીંગ થવુ તે પણ કેન્સરની શકતાઓ રહેલી છે.
આરોગ્યક્ષેત્રે જરુરીયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્યબિલ્ડીંગ ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ ‚પિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉ૫લબ્ધ છે. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહીતાઓના માર્ગદર્શક હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમર્બ્સ અંજલીબેન રુપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની, દિવ્યેશભાઇ પટેલ તથા બીપીનભાઇ વસા કાર્યરત છે. આ વધુ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેશભાઇ ભટ્ટનો રુબરુ (ફોન નં. ૨૭૦૪૫૪૫) દ્વારા સંપક સાધવા જણાવાયું છે.