“એકયુપ્રેશર પધ્ધતિએ રોગ મૂકત થવાની દીવાદાંડી
જય ભગવાન એકયુપ્રેશર સર્વિસ દ્વારા સારવાર અને તાલીમ કેમ્પનું ૧ થી ૭ ફેબ્રુઆરી નિ:શુલ્ક આયોજન: સંસ્થાના કાર્યકરો ‘અબતક’ને આંગણે
ઝડપી જીવન શૈલી અને જંકફૂડ અને રસાયણીક દવાઓ વાળા ખોરાકને કારણે દરેક વ્યકિતને કોઈને કોઈ શારીરીક પીડા થતી જ હોય છે. આવા સંજોગોમાં વધુ પડતી દવાઓ પણ શરીરને નુકશાન કરે છે. ત્યારે ઓકમાત્ર ઈલાજ એ એકયુપ્રેશર છે. શરીરની બધી ક્રિયાઓ સારી રીતે ચાલે એ માટે એકયુપ્રેશરની જરૂરીયાત છે.ક મગજના, આંખના , કાનના, દાંતના, ગરદન અથવા ખંભા તથા પીઠના દુ:ખાવા, શરદી, વાળ ખરવા જેવા ઘણા બધા રોગો માટે એકયુપ્રેશર આર્શિવાદ સમાન છે.
સમયની માંગ સાથે આવાજ એક તાલીમ સારવાર શિબિર જય ભગવાન એકયુપ્રેશર સર્વીસ (આંતરરાષ્ટ્રીય) અંતર્ગત અપાય છે. આગામી ૧ ફેબ્રુ.થી ૭ ફેબ્રુ. દરમિયાન સવારે ૯ થી ૧૧.૩૦ સુધી અને સાંજે ૩ થી ૬ સુધી સીઝન્સ સ્કેવર, બીજા માળે, અમીન માર્ગ, પટેલ ભેળચોક રાજકોટ ખાતે સારવાર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સારવાર અને તાલીમ અંગે માહિતી આપતા સંસ્થાના કાર્યકરોએ ‘અબતક’ની મુલાકાત લીધી સંસ્થા વિષે અને એકયુપ્રેશરની નિ:શુલ્ક તાલીમ સારવાર શિબિર અંગે જણાવતા કાર્યકરોએ કહ્યું કે જય ભગવાન એકયુપ્રેસર સર્વિસ (આંતરરાષ્ટ્રીય) સંસ્થાની સ્થાપના સન ૧૯૭૮માં મુંબઈ ખાતે થઈ હતી.
સંસ્થાપક ગુરૂ ચીમનભાઈ દવેએ તેઓના વન સંધ્યા ટાણે, માનવ સેવા કાજે સેવેલું સોનેરી સ્વપ્ના એટલે આ સંસ્થા વૈદીલ ક્ષેત્રે આદિ પુરાણ કાળથી અનેક થેરાપીઓ મોજુદ છે. તેમાં એકયુપેસર પધ્ધતિની દીવાદાંડીની અત્યંત જ‚રીયાત જણાય રહી છે. સંસ્થાની સ્થાપના બાદ સેવા યજ્ઞની જયોતને પ્રજવલીત કરવાના કાર્યમાં અનેક સેવાભાવી કાર્યકરો જોડતા ગયા. સારવારની સાથે જ એકયુપ્રેસર પરિક્ષણનું કાર્ય પણ વિકસતું રહ્યું સ્થાપક ગૂરૂ ચીમનભાઈ દવે સાથે સાંપ્રત ગૂ‚ મધુરીબેન મહેતા તથા ર્ય નવનીતભાઈ શાહ વગેરેની સાથે ૧૫ આચાર્યો આજે પણ કાર્યરત છે.
વધુમાં જણાવ્યું કે શરીરની બધી ક્રિયાઓ સારી રીતે ચલે એ માટે એકયુપ્રેસરની તાલીમ ઉપયોગી છે. મગજના આંખના, કાનનાં દાંતના, ગરદન અથવા ખંભાના તથા પીઠના, પિત્તાશયના, લીવરના, સ્ત્રીઓ તથા પુ‚ષોના સંધીવા કે સાંધાના દર્દો, જુની શરદી અને સાયનસ, માથાનો દુ:ખાવો, ટોન્સીલ ગળાની પીડા, બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ, કોઈપણ સાંધાનું અકુદરતી રીતે જકડાઈ જવું, મગજનો લકવો, ખીલ, છાતીનું અસહ્ય દર્દ, પાંડુરોગ, વ્યસન, ભૂખ ન લાગવી, દમ, ટાલ, વાળ ખરવા, ઉધરસ, ખાંસી કબજીયાત,બહેરાપણું, ઝાડા, મરડો વાઈ, આંચકી, ફીટ, ઝામર, ગોનોરીયા, પિત્તાશયની પથરી, હરપીશ ઝોસ્ટર, ઘેન-નશો, ગાલપચોરીયા, કોઈ ભાગ ખોટો પડવો, કંપવા, વજનની વધઘટ, ખંજવાળ, અનિદ્રા, નામદર્ગી, ગાઠીયો, વા, ગળુ બેસી જવું, આંજણી, ચકકર આવવા, ઉલટી થવી વગેરે વગેરે ઘણા રોગો માટે અને શરીરની સુરક્ષા અને વ્યવસ્થા ચાલે એ માટે પણ એકયુપ્રેસરની તાલીમ લેવી આવશ્યક છે. આ શિબિરમાં ભાગ લેવા અમિત લોટીયા ૭૪૮૬૮૧૮૧૮૧ પર સંપર્ક કરવો.