કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશન અને રાજકોટ કેન્સર સોસાયટીનો સહયોગ: ઓનલાઈન રજીસ્ટ્રેશન આવશ્યક

શહેરમાં કલબ યુવી સતત કાર્યરત રહે છે. કલબ યુવી રાજકોટ, અમદાવાદ, સહિત અનેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. નવા વર્ષમાં કલબ યુવી હેલ્થ કલબનાં માધ્યમથી કલબ યુવીનાં મેમ્બર બહેનો માટે બ્રેસ્ટ કેન્સરનાં વહેલા નિદાન માટે ફ્રી મેમોગ્રાફી ટેસ્ટ, ગર્ભાશટના મુખના વહેલા નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવાનું આયોજન કરેલ છે.

IMG 20191106 WA0000

કલબ યુવી વિમેન્સ વિંગનાં ચેરપર્સન જોલીબેન ફડદુએ જણાવેલ કે, બહેનોમાં હેલ્થ ચેકઅપ અવેરનેસ લાવવી ખૂબજ જરૂરી છે. તે માટે ભવિષ્યમાં અલગ અલગ પ્રોગ્રામ આપવામાં આવશે. દિવાળી પછીના નવા વર્ષમાં કલબ યુવી વિમેન્સ વિંગના સભ્ય બહેનો માટે બ્રેસ્ટ કેન્સરના વહેલા નિદાન માટે ફ્રી મેમોગ્રાફી ટેસ્ટ, ગર્ભાશયનાં મુખના વહેલા નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવાનું આયોજન કરેલ છે. આ ફ્રી નિદાન કેમ્પમાં જે બહેનોએ નિદાન કરાવવાનું હોય તેમણે http://clubuv.in/mammographytest લીન્ક ઊપર ઓનલાઈન પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ કુંડારીયા કેન્સર પ્રવેનશન ફાઉન્ડેશન અને રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા તે બહેનોને સમય, તારીખ આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરેલ છે.

વિશેષમાં કલબ યુવી વિમેન્સ વિંગનાં જોલીબેન ફડદુ તથા કમીટી મેમ્બર્સએ જણાવેલ કે, કેન્સરનું વહેલુ નિદાન થાય તે માટે જાગૃતિ કેળવવી જરૂરી છે. અમેરિકા જેવા વિકસીત દેશમાં કેન્સરના પહેલા, બીજા સ્ટેજમાં નિદાન થવાથી ૧૦માંથી ૮ કેસમાં ફાયદો થાય છે. જયંરે જાગૃતીના અભાવે ત્રીજા/ચોથા સ્ટેજમાં નિદાન થવાથ ૧૦માંથી ૨ કેસમા ફાયદો થાય છે. વહેલુ નિદાન થાય તે ખૂબજ જરૂરી છે. આ માટે જાગૃતિ લાવી જરૂી છે. ખાસ કરીને ૫૦ વર્ષની ઉમર પછી સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયનાં મુખના દર્દો વધવાની શકયતાઓ જણાય છે. સ્ત્રીઓએ સમયાંતરે ડોકટર પાસે સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરાવવી જરૂરી છે.

સ્ત્રીઓમાં કેન્સરની જાગૃતતા ફેલાવવા માટે તથા મેમોગ્રાફક્ષ કરાવવા કુંડારીયા કેન્સર પ્રેવેનશન ફાઉન્ડેશન ડિવીઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીએ આ માટે કલબ યુવીની સાથે રહીને મહિલાઓને ફ્રીમાં મેમોગ્રાફી કરવાનું આયોજન કર્યું છે. સામાન્ય રીતે મેમોગ્રાફીનો ખર્ચ આશરે રૂા.૨૦૦૦થી રૂા.૨,૫૦૦નો થાય છે. દાતાઓનાં સહયોગથી કલબ યુવી વીમેન્સ વિંગ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવી રહ્યો છે.

એફકેઝેડ

કલબ યુવી વિમેન્સ વિંગના ચેરપર્સન જોલીબેન ફડદુએ જણાવેલ કે, ગર્ભાશયના મુખના કેન્સરનાં સ્ક્રીનીંગ ટેસ્ટને પેપ સ્મીયર ટેસ્ટ કહેવામાં આવે છે. ૩૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ આ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.કુંડારીયા કેન્સર પ્રેવેનશન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા ગર્ભાશયનાં મુખના કેન્સરનાં સ્ક્રીનીંગ ટેસ્ટ પેપ સ્મીયર ટેસ્ટ પણ કલબ યુવી દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે.

તેમજ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા હિમોગ્લોબીન ફ્રી ચેકઅપ તેમજ ફ્રી મેડીસીન, ટેબ્લેટ આપવાનું પણ આયોજન કલબ યુવી કરી રહી છે.

વિશેષમાં કોઈ માહિતીની જરૂરીયાત હોય તો કલબ યુવીનાં કાજલબેન પટેલ મો.નં. ૯૪૦૮૨ ૭૧૪૫૧નો સંપર્ક કરવો ફ્રી નિદાન કેમ્પ કુંડારીયા કેન્સર પ્રેવેશનલ ફાઉન્ડેશન ડિવીઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી, શ્રીમતી અનિલાબેન કાંતિલાલ કોઠારી કેન્સર ચિકિત્સા ભવન, ૧ તિરૂપતિનગર, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે, રાજકોટ ૩૬૦૦૦૭માં કરવામાં આવશે.

કલબ યુવી કોર કમીટીમાં પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, સંદીપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, આશીષભાઈ વાછાણી, રેનિશભાઈ માકડીયા સહિતના ફરજ બજાવે છે. તેમજ કબલ યુવીની ૧૦૮ ની ટીમ, નવરાત્રક્ષ કલબ ટીમ, સાંસ્કૃતીક કલબ, બીઝનેશ વિંગ, વિમેન્સ વિંગ, કરાઓકે કલબ, હેલ્થ કલબ સહિતની ટીમ સતત કાર્યરત રહે છે. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો મૌલેશભાઈ ઉકાણી, ચેરમેન, સ્મિતભાઈ કનેરીયા વાઈસ ચેરમેન, મહેન્દ્રભાઈ ફડદુ, એમ.ડી. શૈલેષભાઈ માકડીયા, એમ.એમ. પટેલ જીવનભાઈ વડાલીયા, જવાહરભાઈ મોરી મનુભાઈ ટીલવા, કાંતીલાલ ઘેટીયા ફરજ બજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.