રાજકોટ -મોરબી જીલ્લાના 60થી વધુ બહેનોને તાલીમ અપાઇ: 8મેથી સિવણ વર્ગો થશે શરૂ
એસ.બી.આઇ. આર.સેે.ટી. રાજકોટ દ્વારા રાજકોટ અને મોરબી જીલ્લાના ગામડાના બહેનો માટે રહેવા જમવા સાથે બ્યુટી પાર્લર મેનેજમેન્ટનો કોર્ષ તદ્દન વિનામૂલ્યે
એસ.બી.આઇ. બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગુજરાત સરકાર તરફથી રાજકોટ જીલ્લાના ગામડાઓમાં વસતા ઉમર 18 થી 45 વર્ષના કોઇ પણ ભાઇઓ તથા બહેનોને બી.પી.એલ, પી.આઇ.પી. ઠરાવની કોપી આ કેટેગરીમાં આવતા દરેક લોકોને વિનામૂલ્યે ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલય તરફથી 44 થી વધુ સ્વરોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ આરસેટી સંસ્થામાં રાજકોટમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે એ.જી. સ્ટાફ કોલોનીની સામે વિમલનગરનો ખુણો (એસબીઆઇ આર.સે.ટી) માં રહેવા તથા જમવા સાથે તદ્દન વિનામૂલ્યે કોઇ પણ તાલીમ આપવામાં આવે છે.
તે અંતર્ગત અત્યારે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ ચાલી રહી છે. આ તાલીમમાં રાજકોટ જીલ્લાના તથા મોરબી જીલ્લાના ગામડાઓના બહેનો અત્યારે 60 જેટલા બહેનો તાલીમ લઇ રહ્યા છે. આ તાલીમ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીની હોય છે. ફુલ ડે) આખો દિવસની હોય છે. સવારે નાસ્તો-ચા, બપોરનું ભોજન અને સાંજના ચા નાસ્તો તથા રાત્રીનું ભોજન સંસ્થા તરફથી આપવામાં આવે છે.
બ્યુટી પાર્લ મેનેજમેન્ટ કોર્ષ દરમિયાન શિખવા માટે તમામ પ્રકારનું રો મટરીયલ્સ પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે. તમામ સુવિધા સંસ્થા તરફથી તદ્દન ફી આપવામાં આવે છે. વર્ષ 2022-23 માં 790 થી વધુ ભાઇઓ બહેનો તાલીમ લઇ ચુકયા છે. અને આ વર્ષની પહેલી તાલીમ બ્યુટી પાર્લર મેનેજમેન્ટ ચાલી રહી છે.
આગામી 8 મે થી સ્ત્રી શિવણ (શિવણ) અને કોમ્પ્યુટર ટેલી એકાઉન્ટની એમ બે બેચ શરુ થવા જઇ રહી છે તો જે બહેનોએ તાલીમ લેવી હોય તો વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી આપે. એક બેંકમાં 3પ બહેનોને લેવામાં આવશે. તો એક અખબાર સંસ્થાના ડાયરેકર વિજયસિંહ આર્ય જણાવ્યું છે. વધુ માહીતી માટે મો.નં. 76000 35223 તથા. 99789 11008 પર સંપર્ક સાધવો.
નામ નોંધાવી આપવા અને જરુરી ડોકયુમેન્ટઠ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, 4 પાસ પોર્ટસાઇઝના ફોટા, બેંક પાસ બુક, સખી મંડળનું નામ, જન્મનો આધાર (એલ.સી.) વગેરે ઝેરોક્ષ જોડવાની રહેશે.
‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે સંસ્થાના ફેકલ્ટ તથા તાલીમાર્થી બહેનો ઉ5સ્થિત રહ્યા હતા. અને માહીતી આપી હતી.