માણાવદર લાયન્સ સ્કુલમાં ફ્રી આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં દર્દીઓને દીનચર્યા, ૠતુચર્યા, વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ આ કેમ્પ માં ડો.સી.કે.કાતરીયા સરકારી આયુર્વેદિક દવાખાનુ, ધેડ કોયલાણા, ડો. ધુપેશ ઠુમર સરકારી આયુર્વેદિક દવાખાનુ , સારંગપીપળી , ડો.મિત્સલ ઠકરાર સરકારી આયુર્વેદિક દવાખાનુ સમેગા એ પોતાની સેવા આપી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રવિણભાઈ નાદપરા એ ભારે જેહમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો