ધોરણ ૮ થી કોલેજ સુધીના કોઇપણ વિદ્યાર્થીઓ અંગ્રેજી કે ગુજરાતી ભાષામાં કોર્ષ કરી શકશે: આઈઆઈટી બોમ્બેનું ઈડેસ્ક સર્ટિફિકેટ પણ મળશે

શું લોકડાઉનમાં કંટાળી ગયા છો ? કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવો છો ? ૩ડી એનિમેશનમાં રસ ધરાવો છો ? તો શહેરની લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ લઈને આવી છે એક વિશેષ કોર્સ બ્લેન્ડર. ભારતની ટોચની સંસ્થા આઈઆઈટી બોમ્બે દ્વારા વિદ્યાર્થીઓનું ડિઝાઈનિંગ અને વિઝયુલાઈઝેશન ડેવલોપ કરવા આ વિશેષ કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. આ કોર્ષ વિશે એક વેબિનાર પણ કોલેજ દ્વારા યોજવામાં આવેલ હતો. જે અંતર્ગત આઈઆઈટી બોમ્બેથી પદ્મશ્રી ડો.દીપક ફાઠક અને આઈઆઈટી બોમ્બેના સિનિયર પ્રોજેકટ રિસર્ચ સાઈન્ટીસ ડો.સમીર સહસ્ત્રબુઘ્ધે દ્વારા કોલેજના ફેસબુક પેજ SLTIET પર સંબોધિત કરેલ છે. તેમજ કોર્સ કરેલ વિદ્યાર્થીઓની સકસેસ સ્ટોરી અને ડોકયુમેન્ટરી વિશે વાત કરવામાં આવેલ છે.

મજાની વાત એ છે કે આ કોર્સ તદ્દન ફ્રી માં કરાવવામાં આવે છે. આ કોર્સ ધોરણ ૮ થી કોલેજ સુધીના કોઇપણ વિદ્યાર્થીઓ કરી શકશે. આ કોર્સ બે ભાષામાં હશે અંગ્રેજી અને ગુજરાતી. આ કોર્સ પૂરો કરનારને આઈઆઈટી બોમ્બે થી ઈ-સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. આ કોર્સ ફક્ત ચાર નાના સ્ટેપમાં પૂરો થઈ જાય છે. જેમાં રજીસ્ટ્રેશન કરી, ઓનલાઈન વિડીયો જોઈ, ક્વિઝ સોલ્વ કરીને ઈ- સર્ટિફિકેટ મેળવી શકાય છેઆ કોર્સનો સફળતાનો શ્રેય કોલેજના વિદ્યાર્થીઓતેમજ સ્ટાફ ની બ્લેન્ડર ટીમના સંયુક્ત સહયોગને ફાળે જાયછે. જો આપ પણ આ કોર્સ અંગે વધુ માહિતી મેળવવા ૯૯૦૪૫૪૪૪૦૭ અથવા ૯૯૦૪૬૪૪૪૦૭ સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.