કલેકટર રાહુલ ગુપ્તાના અઘ્યક્ષસ્થાન અને તેમના માર્ગદર્શનમાં અને સમાજના વિવિધ શ્રેષ્ઠીઓના સભ્ય પદે રાજકોટ જીલ્લાના પશુ-પક્ષીઓની સુખાકારી માટે જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી કાર્યરત છે. જેના અંતર્ગત, ધોરાજીના ઘવાયેલા, નીરાધાર, વયોવૃઘ્ધ , અશકય પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ નિ:શુલ્ક સારવાર માટે ધોરાજીના પ્રખ્યાત, જીવદયા પ્રેમી, એડવોકેટ કાંર્તિકેય પારેખ અને તેમના માર્ગદર્શનમાં કાર્યરત ટીમ દ્વારા ટુંક સમયમાં એનીમલ હેલ્પલાઇન કાર્યરત થશે. જે એમ્બ્યુલન્સ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અને એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ચંદ્રકાંતભાઇ શેઠ, જયેશ ઉપાઘ્યાય, પ્રતિક સંધાણી, રાજેન્દ્ર શાહની ઉ૫સ્થિતિમાં અર્પણ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.