સોનોગ્રાફી, એકસ-રે, એકયુપ્રેશર, લેબોરેટરી સુવિધા
સૌરાષ્ટ્રના જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓ માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ કલબના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ અને અશોક ગોંધીયા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સરગમ કલબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કેમ્પ માટે ઈન્ડીયન મેડીકલ એસો. રાજકોટનો પણ સહયોગ મળી રહ્યો છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના ૮૦ જેટલા ડોકટરો વિવિધ પ્રકારના ૩૦ જેટલા રોગોનું નિદાન કરશે.
કેમ્પ તા. ૯ ને રવિવારના રોજ કોટક સ્કુલ મોટી ટાંકી પાસે સવારે ૮.૩૦ કલાકે યોજાશે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ કે, આ કેમ્પમાં સૌરાષ્ટ્રભરમાંથી આવનાર દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા ઉપલબ્ધ કરાશે અને સુવિધા પણ વિનામૂલ્યે અપાશે. કેમ્પમાં જનરલ ફીઝીશ્યન, પ્લાસ્ટીક સર્જન, ઓથોપેડીક, ન્યૂરોસર્જન, હાર્ટ સ્પેશ્યાલીસ્ટ, કેન્સર નિષ્ણાંત, માનસીક રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, દાંતના રોગના નિષ્ણાંત, બાળરોગ, હોમિયોપેથીક, પેટ આંતરડાના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવા આપશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સવારે ૮.૩૦ કલાકે સીધા સ્થળ પર પહોચી જવું. આ કેમ્પમાં સોનોગ્રાફી, એકસ રે એકયુપ્રેશર, લેબોરેટરી વગેરે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના તા. ૧૩ના રોજ જન્મદિનની સેવાકીય ઉજવણી અંતર્ગત આ કેમ્પનું આયોજન કરાયું છે.
આ નિદાન ને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડો. પ્રફુલ્લભાઈ શાહ અને તેની સાથે મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા તેમજ લેડીઝ જેન્ટસ કમીટીના ૧૫૦થી વધુ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પમાં પ્રોજેકટ ,ન્ચાર્જ તરીકે ડો.રાજેશભાઈ તૈલી, ડો. કમલભાઈ પરીખ, ડો. અમીતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો.રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. નવલભાઈ શીલુ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ જરીયાતમંદ દર્દીઓ એ કોટક સ્કુલ તા.૯ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે સીધા પહોચી જવું સ્થળ પર જ કેસ કાઢવામાં આવશે.
આ કેમ્પમાં હૃદયરોગ જનરલ ફીઝીશ્યન ડો.અમીતભાઈ હપાણી, ડો. પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ, ડો. રાજેશ તૈલી, ડો. જીજ્ઞેશભાઈ દોશી, ડો.જીમ્મીભાઈ શરેરીયા, આંખના સર્જન ડો.રેખાબેન ગોસલીયા, ડો.એચ.કે.સીંગ ડો. રમેશભાઈ સોલંકી, ડો. સુરેશભાઈ કાચા ઓથોપેડીક સર્જન ડો. શ્યામ ગોહિલ, ડો. ગૌરવભાઈ શાહ, ડો. નીતીનભાઈ રાડીયા, ડો.હિરેનભાઈ કોઠારી, ડો. મહેશભાઈ મા, ડો.નીલભાઈ ગોહેલ, ડો.કલ્પેશભાઈ બજાણીયા, ડો. નિશિથભાઈ સંઘવી, ડો. મહેન્દ્રભાઈ દેવમુરારી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નીતાબેન ઠકકર, ડો.દર્શનાબેન પંડયા, ડો.જીજ્ઞાબેન ગણાત્રા, ડો. પ્રતિભાબેન નથવાણી, ડો. જયોતિબેન પરમાર, ડો. શિલ્પીબેન શાંખલા, પેથોલોજી ડો.દર્શિતાબેન શાહ,
ડો.અતુલભાઈ પંડયા, આંતરડા, પેટના રોગના નિષ્ણાંત ડો. દેવાંગભાઈ ટાંક, ડો.ચેતનભાઈ મહેતા, ફેમીલીફીઝીશ્યન ડો.નવલભાઈ શીલુ, ડો.જયેશભાઈ રાજયગૂ, ડો.રશ્મીનભાઈ ઉપાધ્યાય, કિડની ફીઝીશ્યન, ડો.પ્રફુલ્લભાઈ ગજજર, ન્યૂરો સર્જન ડો.પ્રકાશભાઈ મોઢા, ડો. કાંતભાઈ જોગાણી, ડો. રાજેશભાઈ ત્રિવેદી, ડો.કાર્તિકભાઈ મોઢા, ન્યુરો ફીઝીશ્યન ડો. સુધીરભાઈ શાહ, યૂરોલોજીસ્ટ ડો. રાજેશભાઈ ગરાત્રા, જનરલ સર્જન ડો. હિતેશભાઈ મેઘાણી, ડો. જીનેશભાઈ દોશી, ડો. ગોર્વધનભાઈ વઘાસીયા, ડો. રાજેશભાઈ વાઘમશી, ડો. સ્વસ્તિક શાંખલા, પ્લાસ્ટીક સર્જન ડો. ગિરીશભાઈ અમલાણી, ડો. ભૌમિકભાઈ ભાયાણી, કેન્સર સર્જન, લોહી રોગના નિષ્ણાંત ડો.બબીતાબેન હપાણી, ડો. રાજેશભાઈ માંકડીયા, દાંતના સર્જન ડો. બ્રિજેશભાઈ સોની, ડો.મેહુલભાઈ લાલસતા, ડો.તેજસભાઈ ત્રિવેદી બાળરોગ નિષ્ણાંત ડો. મેહુલભાઈ મિત્રા, ડો. યજ્ઞેશભાઈપોપટ, ડો. રાકેશભાઈ ગામી,
ડો.મૌલિકભાઈ કોરવાડીયા, માનસીક રોગ ડો. પરેશભાઈ શાહ, ડો. જયેશભાઈ કાનાબાર, ડો. ક્રિશ્ર્નાબેન પટેલ, ડો. રાજેશભાઈ રામ, ડો.વિમલભાઈ સોમૈયા, ઈએનટી સર્જન ડો. ઉમંગભાઈ શુકલા, ડો.પી.આર.જૈન, ડો. મનીષભાઈ મહેતા, સ્ક્રીન સ્પેશિયાલીસ્ટ ડો. પી.એમ. રામોતીયા, ડો.સુરેશભાઈ જોષીપુરા, ડો. હેમાંગભાઈ દેસાઈ, હોમિયોપેથી ડો. એન. જે.મેઘાણી, એકયુપ્રેશર ડો. મુકેશભાઈ છત્રાળા, સ્પેશિયલ થેરાપી ડો. દિપકભાઈ મહેતા, જનરલ ડોકટર ડો. ચંદાબેન શાહ, ડો. સુભાષભાઈ પટેલ, ડો. જીજ્ઞાબેન પટેલ, ડો. ધીભાઈ સૂચક, ડો.નીતાબેન બુધ્ધદેવ ડો. જીજ્ઞાબેન કુલર, ડો. ફાલ્ગુનીબેન મહેતા, ડો. મહેશભાઈ રાવલ ડો. પ્રફુલ્લભાઈ શાહ, ડો. વંદનાબેન ડાંગર, ડો. વૈશાલીબેન ઠાકર સહિતના તબીબો સેવા આપશે. સૌરાષ્ટ્રભરનાં તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અપીલ કરી છે.