સ્વ.ચંદ્રીકાબેન જયેન્દ્રભાઇ પાબારીની પુણ્યતિથિ નિમિતે
શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સોમવારે સવારે 10.00 થી બપોરના 1.00 વાગ્યા સુધી વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિના મુલ્યે ક્ધસલ્ટેશન મળશે. જ્યારે હોસ્પિટલ ડોક્ટર દ્વારા લખેલ લેબ રિપોર્ટ ફ્રી, રેડીયોલોજી રીપોર્ટમાં એક્સ -રે, સોનોગ્રાફી, તદ્દન ફ્રી તથા સીટી સ્કેન તથા ઓપરેશન ચાર્જમાં 30% ડિસ્કાઉન્ટ પણ મળશે.
ન્યુરો સર્જન – ડો.નીધીકુમાર પટેલ તથા ડો.પુનિત ત્રિવેદી, કેન્સર સર્જન-ડો.એચ.કે. ડોબરીયા, નેફ્રોલોજિસ્ટસ્ટ-ડો.મયુર મકાસના, એમ. ડી. ફિઝીશ્યન-ડો. વંદન કાનાબાર, ડો.મીરેન પટેલ તથા ડો.ભીષ્મા વૈષ્ણવ, હૃદયરોગ નિષ્ણાંત-નોન ઈન્વાઝીવ કાર્ડીયોલોજીસ્ટ ડો.વિરલ જીવરાજની, યુરોલોજિસ્ટ-ડો. સુશીલ કારિયા, રૂહમેટોલોજિસ્ટ-ડો.મોહનિશ પટેલ, પીડિયાટ્રિશ્યન-ડો. વિવેક ભટ્ટ તથા ડો.રાજન કામદાર, ગાયનેકોલોજિસ્ટ-ડો. દીપલ સોલંકી તથા ડો.ભાવિન રાવલ, ઈ.એન.ટી સર્જન-ડો. હિમાંશુ ઠક્કર, સાયકાટ્રીક-ડો. વિશાલ ભટ્ટ તથા ડો.અંકિત પટેલ, ડેન્ટલ-ડો. શ્રુતિ ભાલાળા, ફિઝીયોથેરાપી-ડો.ભાર્ગવ કાનાબાર, ઓર્થોપેડિક-ડો.કેલ્વિન વૈષ્ણનાણી તથા ડો. પ્રકાશ વાછાણી, જનરલ સર્જન-ડો. ધર્મેશ શાહ તથા ડો. વિરલ વસાવડા, સ્કિન સ્પેશ્યલિસ્ટ-ડો.વિશાલ પટેલ, ડાયટિસન-ડો.નેહા ટાંક તેમજ આંખના સ્પેશિયાલિસ્ટ-ડો.હર્ષલ બાલધા વગેરે તજજ્ઞો સેવા આપશે.
શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં ભારત સરકાર ની યોજના “આયુષ્માન ભારત યોજના” હેઠળ જનરલ સર્જરી, ન્યુરો સર્જન, કેન્સર સર્જન, ઓનકોલોજિસ્ટ, રેડિયસન થેરાપી, ઓર્થોપેડિક, યુરોલોજી, ડાયાલીસીસની સારવાર ઉપલબ્ધ છે.
આ કેમ્પમાં સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓ લાભ લઇ શકે છે. કેમ્પનો સમય સવારે સવારે:10:00 વાગ્યા થી 01:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે, કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા મોં.નં. 7874609000 પર નામ નોંધવવું અનિવાર્ય છે.
અપોઈન્ટમેન્ટ માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી મેઈન રોડ, શ્રી નાથજી ટાવર પાછળ, અમીન માર્ગ, રાજકોટ-2, ફોન ન:- (0281) 2450551/2450553, મો. 7874609000નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.