શ્રદ્ધા અને ભક્તિ તથા ન્યાય અન્યાયની પણ કુદરતની અદાલતમાં નોંધ લેવાય છે!

ફોજદાર જયદેવ પાંચ કોન્સ્ટેબલને લઈને ધોરાજી કોમી તોફાન બંદોબસ્તમાં જતો હતો પરંતુ રાત્રે નિંદર પૂરી થયેલ નહિં હોય રસ્તામાં ઝોલા ખાતો હતો. નવાગઢ આવતા ચા-પાણી માટે રોકાણ કર્યું. બધા ચા-પાણી પીને ગાડીમાં ગોઠવાયા એટલે કોન્સ્ટેબલ ગઢવીએ ધીમેથી જયદેવને પૂછયું સાહેબ રાત્રિના ‚મની લાઈટ બંધ કરવાનું ભૂલી ગયા હતાકે શું? એટલે નિંદર પૂરી નથી થઈ લાગતી.ગઢવીને ગઈરાત કતલની રાત હતી તેનો ખ્યાલ અડધી રાતથી ‚મની લાઈટ ચાલુ હતી તેથી આવી ગયેલો તેથી તેને રાતની વાત જાણવી હતી. પરંતુ જયદેવે તમામ વાતો હા. હા.. કરીને મૃત્સદીગીરીથી ટૂંકાવી દીધી રાત્રીનાં બનાવની કોઈ વાત જ ન કરી.

દસ દિવસ ધોરાજી બંદોબસ્ત કરી જયદેવ પાછો લોધીકા આવી ગયો. પાછુ રાબેતા મુજબ કામકાજ ચાલુ થઈ ગયું. આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા એક દિવસ સવારે ઉઠીને જયદેવે મામદને કહ્યું આજથી પાંચ દિવસ વતનમાં રજા ઉપર જાઉં છું.  મામદે કહ્યું ઠીક સાહેબ સાતમ આઠમ કરવા જતા હશો કેમ? આથી જયદેવે કહ્યું હવે આપણે સાતમ આઠમ કરીએ તેવા નાના નથી આતો પ્રસંગ છે એટલે જવાનું છે. જયદેવે બેગ તૈયાર કરી બૂલેટ મોટર સાયકલના કેરીયરમાં બાંધી બપોરનાં જમીને રવાના થયો. ભાવનગરનો ‚ટ લોધીકાથી ગોંડલવાસાવડ બાબરા પસંદ કર્યો. રસ્તામાં ગોંડલથી એક સંબંધીનો પુત્ર વિજય કે જે ૧૪-૧૫ વર્ષનો હતો તેને કંપની માટે સાથે લીધો ગોંડલ જયદેવ પોતાના સંબંધીઓને મળી સંગ્રામસિંહજી હાઈસ્કુલના મેદાનમાં સાતમ આઠમનો મેળો ભરાયેલ હોય પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં હતા તેમને મળી બુલેટ વાસાવડ તરફ દોડાવી મૂકયું અડધા એક કલાકે વાસાવડ આવ્યું અને વાસાવડ પસાર કર્યું ત્યાં એક વરસાદની વાદળી આવી ઝરમર ઝરમર મચ્છરીયો વરસાદ ચાલુ થયો. પણ જયદેવે જોયું કે વાદળી નાની છે અને મચ્છરીયા વરસાદમાં ખાસ કાંઈ પલળાય તેમ નથી તેથી બૂલેટની સ્પીડ વધારી દીધી આ રોડ સીંગલ પટ્ટી ડામર રોડ બંને બાજુ મોટા મોટા બાવળના ઝાડ અને ઝરમર ઝરમર વરસાદે જયદેવને ભૂલ ખવડાવી દીધી આ સીંગલ પટ્ટી રોડ બાવળની ઝાડી વચ્ચે પૂરો કાટખૂણે વળાંક લેતો હતો. આ ઓચિંતો વળાંક આવતા જયદેવ સ્પીડમાં રહેલ બુલેટને પુરૂ વાળી શકયો નહિ અને સામેની સાઈડમાં બુલેટ ચાલ્યું ગયું સામેની સાઈડે આવેલા સાઈડ સ્ટોન કે જે માઈલ સ્ટોન જેવા જ મોટા હતા તેની સાથે બૂલેટના લેગ ગાર્ડ અથડાયા બે જેટલા સાઈડ સ્ટોન ઉલાળ્યા પછી બુલેટ પુરૂ સામેની સાઈડમાં ઉતરી ગયું અને ખાડો કે જેમાં થોડુ પાણી ભર્યા હતુ તેમાં ગયું પણ કાદવ ને કારણે બુલેટ આંચકો ખાઈને ઉભુ રહી ગયું પણ આડુ પડયું નહિ પરંતુ લેગ ગાર્ડ સાથે હેન્ડલ પાસે ઉપર આવેલ એક સાઈડ સ્ટોન સાથે આંચકો ખાઈને બુલેટ ઉભુ રહેતા જયદેવનું માથુ જેમ શ્રીફળ વધેરવા પછાડવામાં આવે તેમ સ્ટોન સાથે અફળાયું, પરંતુ જયદેવને વધુ તકલીફ પેટમાં થઈ કેમકે રીવોલ્વર સહિતનો બેલ્ટકમરે ટાઈટ બાંધેલહતોતે જોરદાર આંચકાના કારણે પેટમાં ખૂબજ દબાયેલ તેથી જયદેવના શ્ર્વાસોશ્ર્વાસ બંધ થઈ ગયેલા થોડીવાર પ્રયત્ન કરવા છતા શ્ર્વાસ નહિ લઈ શકતા તે ગભરાઈ ગયો પરંતુ થોડીવારમાં શ્ર્વાસોશ્ર્વાસ આપોઆપ ચાલુ થઈ ગયો અને રાહત થઈ ગઈ. પાછળ બેઠેલ વિજયને કોઈ ઈજા થયેલ નહતી. તે બુલેટ ઉપરથી આરામથી ઉતરી ગયો. જયદેવ મોટર સાયકલ ઉપરથી ઉતર્યો ત્યાં મોઢા ઉપર અને છાતી ઉપર લોહીના રેલા ચાલવા લાગ્યા ત્યારે ખબર પડી કે માથામાં મોટી ફૂટ થયેલ લાગે છે. જેથી તુરત જયદેવે બેગ ખોલી તેમાંથી પહેરવાની લુંગી વડે માથુ બાંધી દીધું તે રસ્તે કોઈ વાહન નીકળતુ નહતુ તેથી વાસાવડ પાછા જવા માટે બુલેટ બહાર કાઢવું જ‚રી હતુ તેથી જયદેવે વિજયને કહ્યું થોડુ થોડુ જોર કરીએ અને બંને જણાએ બુલેટ બહાર કાઢ્યું અને જયદેવે બુલેટ ચાલુ કરી પાછુ વાસાવડ તરફ લઈ લીધું.

જયદેવે સમય સુચકતા વાપરી, હિંમત રાખી ને નિરાશ થઈ પડયા રહેવાને બદલે પોતે જ પોતાની મદદ કરી વાસાવડ આવી ગયો અને પ્રાથમિક સારવાર દસેક મીનીટમાં જ મળી તેથી વધારે લોહી વહી જતુ બચી ગયું.

વાસાવડ રોડ ઉપર જ આવેલા અજમેરા હોસ્પિટલનાં કંપાઉન્ડમાં જયદેવે બુલેટ ચલાવી ને આવ્યો ડોકટર કમ્પાઉન્ડમાં બહારજ ઉભા હતા જયદેવને લોહીવાળા કપડા વાળો જોઈને બધુ સમજી ગયા અને જયદેવ મોટર સાયકલ પાર્ક કરી ડોકટર સાથે ચાલીને ઈમરજન્સી ‚મમાં ગયો જયદેવે કમરે રીવોલ્વર બાંધેલ હોય ડોકટરે પૂછયું પોલીસ ડીપાર્ટમેન્ટ? જયદેવે કહ્યું હા. લોધિકા ફોજદાર છું અને ભાવનગર રજા ઉપર જાઉ છું આગળ કાટખૂણા વળાંકમાં બુલેટ નીચે ઉતરી ગયું. ડોકટરેકહ્યુંમહિનામાં એક બે વખત તો તે વળાંકમાં અકસ્માત થાય જ છે. દર વખતે બેભાન અવસ્થા કે મરણ હાલતમાં લાશ લાવવામાં આવે છે. તમે પહેલા છો જાતે બુલેટ ચલાવી ને આવ્યા છો. જયદેવે કહ્યું માથામાં સરખું ડ્રેસીંગ કરીદો એટલે હું ભાવનગર તરફ રવાના થાઉ. પરંતુ ડ્રેસીંગ કરતા કરતા ડોકટરે જોયું કે ઈજા ઘણી વધારે એટલે પ્રાથમિક સારવાર કરી જયદેવને કહ્યું સોરી સાહેબ મારી પાસે સાધનો ઓછા છે. તમારે ભાવનગર નહિ ગોંડલ વધુ સારવાર માટે જવું પડશે. અને ડોકટરે તેની રીતે એમ્બ્યુલન્સ તૈયાર કરાવી અને કહ્યું ચાલો એમ્બ્યુલન્સમાં પરંતુ આ શું? જયદેવ સંપૂર્ણ ભાનમાં હોવા છતા તેનાથી ઉભા થવાની વાત એક બાજુ રહી પણ તે પોતાનો હાથ પણ હલાવી ચલાવી શકયો નહિ અને માણસોએ જયદેવને સ્ટ્રેચરમાં જ સુતો રાખી એમ્બ્યુન્સમાં ગોઠવ્યો આ એમ્બ્યુલન્સ કાચની બારીઓ વાળી એરટાઈટ હતી. પરંતુ જયદેવના માથા નજીકની બારી સહેજ ખૂલી હતી અને તેમાંથી બહાર જે વાતો થતી હતી તે સ્પષ્ટ પણે સાંભળી શકાતી હતી.

કોઈએ ડ્રાઈવરને કહ્યું એમ્બ્યુલન્સ ધ્યાન રાખીને લઈ જજે ફોજદાર સાહેબ છે.તો ડોકટરે ડ્રાઈવરને કહ્યું જો પંદર મીનીટ થાય તો વિસમીનીટ કરતો નહિ,કેસ ખૂબ સીરીયસ છે. કોઈએ ડોકટરને પૂછયું ખરેખર કેસ સીરીયસ લાગે છે? તો ડોકટરે કહ્યું ‘લગભગ તો આશા લાગતી નથી’ પરંતુ નસીબ હોયતો બચી જશે. ડોકટરને એમ કે બારીના કાચ બંધ છે. પેશન્ટને કાંઈ સંભળાશે નહિ. પરંતુ બારી સહેજ ખૂલી હતી તેમાંથી જયદેવે વાર્તાલાપ સાંભળી લીધો.

ડોકટરના છેલ્લા શબ્દો જયદેવે બરાબર પકડી લીધા  ‘નશીબ હોય તો બચશે’. બચપણમાં જયદેવે તેની સ્કુલમાં દિવાલ ઉપરનું લખાણ વાંચેલું નશીબ એટલે પ્રારબ્ધ જયદેવે વાંચેલુ કે ‘પુ‚ષાર્થ વગર પ્રારાધ્ય પાંગળું છે. જયદેવે પોતાનો પુ‚ષાર્થ હિંમત રાખી બુલેટ જાતે બહાર કાઢી ચલાવી હોસ્પિટલ પહોચી ગયેલ તેથી હવે પ્રારબ્ધ પાંગળુ રહેવાનું નથી વધારે લોહી વહી જતુ તો પુ‚ષાર્થથી અટકાવેલ છે.

પરંતુ ડોકટરના શબ્દો ‘લગભગ તો આશા લાગતી નથી’ જયદેવને બરાબર અસર કરી ગયા ‘મૃત્યુ ?’ જયદેવ મનોમન દુ:ખી થઈ ગયો વળી જાતે પોતે એમ્બ્યુલન્સમાં જવા માટે ઉભો થવા કોશીષ કરી તો હાથ પણ હલ્યો નહિ. સંપૂર્ણ ભાનમાં પણ આખુ શરીર અચેતન થઈ ગયેલુ તે અનુભવે તે ખૂબજ ડરી ગયો. અને કદાચ ડોકટરનું અનુમાન સાચુ હોય તો?

જયદેવે માન્યુ કે ખલાસ તમામ અરમાનો ખતમ, તમામ સંબંધો પૂરા, હવે જયદેવના નામની વાર્તા અહિં પૂરી થાય છે. આ વિશ્ર્વમાંથી વસમી વિદાય ચાલુ થાય છે. અત્યાર સુધી જીંદગીમાં કરેલ પુ‚ષાર્થ, સંઘર્ષ, પ્રયત્ન અને મહેનત કોઈ પરિણામ ફળ આપે તે પહલે જ અગાધ સાગરમાં ડુબતા લાગ્યા. પરંતુ આદ્યાત્મીક સંસ્કાર ધરાવતો જયદેવ એકદમ પડી ભાંગ્યો નહિ. આશા અમર છે. આમાં પણ ઈશ્ર્વરનો કોઈ સંકેત હશે ઈશ્ર્વર આ વાર્તા એમ પૂરી નહિ થવા દે તેવો આત્મવિશ્ર્વાસ મનમાં ઉભો કર્યો. નીરાશ અને નાસીપાસ થવાને બદલે આશાવાદી અને આસ્થાવાહી વિચારો ચાલુ કર્યા. પોતાને અતિપ્રિય અને આરાધ્ય દેવ ચર્તુભૂજ ભગવાનને યાદ કર્યા. કુળદેવી ચામુંડા માતાજીને યાદ કરી કુટુંબના સભ્યો, બચપણનાં મિત્રો, સ્કુલ, હાઈસ્કુલ, કોલેજ કાળના મિત્રો, જીવનમાં છેલ્લી વખત યાદ કરી લીધા. અને તમામની પોતે જો કાંઈ અવગણના પણ કરી હોય તો મનોમન માફી માગી લીધી. અને ‘ૐ’નું સ્મરણ શ‚ કર્યું. સામેની સીટ ઉપર વિજય રોતલ ચહેરે બેઠો હતો કાંઈ વાત કરવાનો વિષય જ નહતો.

જેથી સુતો સુતો જયદેવ ‘મૃત્યુ’ વિશે વિચાર કરતો હતો. કે સામાન્ય માણસ માટે જીવન સમાપ્ત થયું ગણાય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવત ગીતામાં કહેલ છે કે ‘મનુષ્યનું શરીર પંચ મહાભૂતનું જે સ્થુળ શરીર છે. તે પરિવર્તનશીલ અને નાશવાન છે. તેમજ કર્મો આધારે જેમ સાજુ-માંદુ, સુખ દુ:ખ, થાય તેમ જન્મ-મૃત્યુ પણ થાય છે. પરંતુ વ્યકિતનો ચેતન આત્મા અને સુક્ષ્મ શરીર જે મન, બુધ્ધી અને અહંકારનું બનેલ છે. તે જયારે શરીર ર્જીણ થાય કે મૃત્યુ થાય ત્યારે તે અમર હોઈ નાશવાન સ્થુળ શરીર છોડીને અન્યત્ર ગતિ કરે છે. સુક્ષ્મ શરીર (મનબુધ્ધી અહંકાર)એ ગત જન્મોના પાપ-પૂન્ય સંસ્કારનું મેમરી કાર્ડ, સીમકાર્ડ હોય છે. આત્મા નિર્લેપ અને દ્રષ્ટાજ છે. જયારે મૃત્યુ થાય ત્યારે સુક્ષ્મ શરીરમાં રહેલ સંસ્કારો (સીમકાર્ડ-મેમરીકાર્ડ) મુજબ તેની ગતિ જે તે યોનીમાં થાય છે. સાથે સાથે ચૈતન્ય આત્મા પણ નિર્લેપ ભાવે દ્રષ્ટા ‚પે સાથે જાય છે. અને જેવા કર્મ સંસ્કાર સીમકાર્ડ મેમરીકાર્ડ (મન-બુધ્ધી) અહંકારમાં હોય તેવી યોનીમાં ગતિ થતા આગલા જન્મના સંસ્કાર મુજબ જીવાત્મા જે તે યોનિમાં સુખ કે દુ:ખ ભોગવે છે.

આત્મા વિશે યોગેશ્ર્વર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામા કહેલ છે કે

‘નૈનં છિદન્તી શસ્ત્રાણી નૈનં દહતી પાવક:’

‘નચૈનં કલેધ્યં ત્યાપો ન શોષયતિ મા‚ત:’

‘અચ્છેદ્યો ડયમદાહ્યો ડયમકલેદ્યો ડશોષ્યએવચ’

‘નિત્ય: સર્વગત: સ્થાણુરચલોડયં સનાતન:’

જીવાત્મા ને શસ્ત્રો છેદી શકતા નથી અગ્ની બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતુ નથી, અને પવન સુકવી શકતો નથી.

પરંતુ આ જીવાત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ, અને સનાતન છે.

જયદેવે પોતે પોતાના જીવનનાં પચ્ચીસ વર્ષના સમયમાં કરેલ પાપ-પૂણ્યનો હિસાબ કરવા લાગ્યો કે પોતાની હવે પછીની ગતિ કઈ યોનીમાં થશે?

વળી જયદેવને આચાર્ય રજનીશજીનાં શબ્દો યાદ આવ્યા.

‘વિશ્ર્વમાં એક માત્ર નિશ્ર્ચિત ઘટના મૃત્યુ જ છે. જીવનમાં મૃત્યુ સિવાય બીજુ કશુ જ નિશ્ર્ચિત નથી બાકી બધુ અનિશ્ર્ચિત છે. બાકી બધુ સાંયોગીક છે. બને પણ ખ‚ અને ન પણ બને કેવળ મૃત્યુ જ સાંયોગીક નથી અને નિશ્ર્ચિત છે.

આપણે મૃત્યુને કારણે મૃત્યુથી ભયભીત નથી. કારણ કે તેને તો આપણે જાણતા નથી અનુભવ્યું નથી. ભય કંઈક બીજો છે. તમે કદી જીવ્યા જ નથી. એનાથી મૃત્યુનો ભય જન્મે છે.

ભય એટલે લાગે છે કે તમે જીવી નથી રહ્યા. આજ સુધી હું જીવ્યો જ નથી અને મૃત્યુ આવી જશે તો શું થશે? મૃત્યુનો ભય એવા જ લોકોને લાગે છે જે વાસ્તવમાં મનથી જીવીત નથી.

મૃત્યુ સુંદર છે, કારણ કે કોઈ પણ મૃત્યુ જેવું નથી. આટલુ મૌન, આટલુ વિશ્રામદાયી; આટલુ શાંત, આટલુ સ્થિર છતા અજ્ઞાનતાને કારણે આપણે ભયભીત છીએ ખરેખરતો મૃત્યુનો ઉત્સવ ઉજવવો જોઈએ.

વળી જયદેવે પોતાની રીતે વિચાર્યું કે માણસ નવુ વાહન લે, નવુ ધર બનાવે કે નવી કોઈ ચિજ મેળવે તો તે આનંદ પામી ખાસ પાર્ટીનું આયોજન કરી ઉત્સવ કરે છે. તો જયારે નવુ શરીર મળવાનું જ છે, તો શા માટે આનંદ નહિ પામતો હોય?

જયદેવે આગળ વિચાર્યું કે કાંતો માનવી એવું વિચારતો હોય કે જેમ ચોપાટ કે ગંજીપાના ના પાનાની જામેલી રમત પડતી મૂકવી ગમતી નથી તેવું મૃત્યુ અને જન્મ માટે હોઈ શકે. અન્ય યોનિ ની ગતિ દરમ્યાનના મોટા સ્ટોપ (બસ સ્ટેન્ડ) એક અતિદુ:ખ સાથે (ગતિ એટલે મૃત્યુ) અને બીજુ બીજા જન્મ માટે જનની ઉદરે જેટલા મહિના શયન કરવું પડે તે એક અતિકપરી અને દુ:ખદાયી કેદની સજા અને તે જન્મ પછી સ્વાવલંબી બનતા સુધીનો જીવન સંઘર્ષ કરવો પડે તે કારણે મૃત્યુથી ડરતો હોઈ શકે.

આમ પડયો પડયો જયદેવ એમ્બ્યુલન્સમાં વિચારતો હતો ત્યાંજ ગોંડલ સિવિલ હોસ્પિટલ આવી ગયું. હોસ્પિટલના દરવાજા ઉપર જ પચીસેક માણસોનું ટોળુ રાહ જોઈને ઉભુ હતુ. મદદનીશ પોલીસ અધિક્ષક ગુપ્તા, ગોંડલ સીટી ફોજદાર ચાવડા, ગોંડલ તાલુકા ફોજદાર ઉપાધ્યાય પણ પોત પોતાના રસાલા સાથે હાજર હતા. સિવિલ સર્જન અને તેમનો સ્ટાફ પણ તૈયાર જ હતા. જયદેવને સીધો ઓપરેશન થીએટરમાં લીધો ડોકટરે જયદેવ સાથે થોડી વાતચીત કરી કેવી સ્થિતિ છે તેનો કયાસ કાઢ્યો માથામાં જ મુખ્ય ઈજા હોય ડોકટરે માથાના આગળના ભાગના વાળ કાપ્યા અને જયદેવને પૂછયું પાંચ ટાંકા આવે તેમ છે, કલોરોફોર્મ સુંધાડુ કે જાગતા જ ટાંકા લઈશુ? જયદેવે કહ્યું એમ જ જાગતા જ ટાંકા લઈ લ્યો એટલી પીડા તો સહન થઈ જશે અને ડોકટરે ટાંકા લેવાનું ચાલુ કર્યું સાથે સાથે મીઠી મીઠી વાતો ચાલુ રાખી જયદેવે થોડી ઘણી પીડા મકકમતાથી સહન કર્યે રાખી પરંતુ ટાંકા પાંચ -છ એમ કરતા કરતા પૂરા પંદર ટાંકા લીધા પરંતુ જયદેવ કાંઈ બોલ્યો નહિ ત્યાં ઓપરેશન થીએટરમાં જયદેવના મિત્ર ગોંડલ સીટીના ફોજદાર ચાવડા આવ્યા અને જયદેવને કહ્યું બાપુ મુંઝાવાનું નહિ આપણે છીએ બરબાર? જયદેવે હાસ્ય આપ્યું. ત્યાં ચાવડાએ ડોકટરને કહ્યું જોજો બરાબર સારવાર કરજો પેલા કોર્ટના કલાર્ક જેવું થશે તો હવે ખેર નથી. આ હોસ્પિટલમા થોડા સમય પહેલા જ એક કોર્ટના કલાર્કને છરી વાગેલી ચાર પાંચ ટાંકા આવેલા અને સારવાર દરમ્યાન અઠવાડીયા પછી મરણ થયેલની વાત જયદેવ જાણતો હતો. પરંતુ અત્યારે જે રીતે તેણે વાત કરી તે જયદેવને ગમ્યું નહિ કરે પણ શું? થોડીવાર પછી ડોકટરે કહ્યું કાંઈ વાંધો નહિ આવું તો ચાલ્યા કરે તેમ કહી જયદેવને સારૂ લગાડયું પરંતુ તુરત જ જયદેવને ગોંડલથી એમ્બ્યુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દીધો

આ દરમ્યાન યમ લોકમાં ધર્મરાજાને પોતાના યમદૂતો પૃથ્વી લોકમાં ગયાની અને એક ન્યાયીક વ્યકિતને ઉપાડવા ગયાનો ખ્યાલ આવતા તેમને થયું કે કળીયુગમાં શ્રધ્ધા અને ભકિત મહત્વના ગણાય છે. જો આ જયદેવને ઉપાડી લેવામાં આવશે તો દુનિયામાં ખોટો દાખલો જશે અને કોઈ શ્રધ્ધા ભકિતમાં વિશ્ર્વાસ કરશે નહિ આથી તેમણે તાત્કાલીક પોતાના દૂતો ને ખાલી હાથે પાછા બોલાવી લીધા.

રાજકોટ શાસ્ત્રી મેદાનમાં સાતમ આઠમનો મેળો હોય ગોંડલ રાજકોટ રોડ ટ્રાફીકથી ભરચકક હતો અને એમ્બ્યુલન્સ સાયરન વગાડતી ચાલતી હતી રસ્તામાં કયાંક ધીમી પડતી તો માણસો એમ્બ્યુલન્સમાં ઝાંકતા અને કોઈક બોલતું અરર બીચારાને ! વળી કોઈ બોલતુ ‘લ્યો ભાઈ ઉપડયા’ તા કોઈ બે હાથ જોડી આંખ મીંચી કાંઈક પ્રાર્થના કરતા પરંતુ જયદેવ નીર્લેપ રીતે સુતો સુતો આ બધુ જોતો હતો.

રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે પણ માણસો અને પોલીસ અધિકારીઓ નો કાફલો હાજર હતો. ડોકટરો તૈયાર જ હતા જયદેવને સીધો ઓપરેશન થીએટરમાં લીધો પહેલા માથાની ઈજા જોઈને જયદેવ હજુ સભાન અવસ્થામાં જોઈ તમામને નવાઈ લાગી એક્ષરે લેવાયા અને ૨૪ કલાકનું સીરીયસનું અલ્ટીમેટમ ૪૮ કલાક થયું અને તે પણ પુરૂ થયું. જયદેવ બચી ગયો.

પરંતુ જયદેવે નકકી કર્યું હવે લોધીકા નોકરી કરવી નથી. જેથી જયદેવની ખબર કાઢવા ધોરાજીના સીપીઆઈ ચૌહાણ આવ્યા તેમને જયદેવે મનની વાત કરી દીધી. ચૌહાણે કહ્યું વાંધો નહિ હજુ આરામ કરો ત્યાં બધુ ગોઠવાઈ જશે. અને જયદેવ એક અઠવાડીયા પછી વતન પહોચ્યો એક મહિનો આરામ કરવા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.