ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો સામે FRCએ લાલઆંખ કરી છે. FRC વિવિધ મથાળા હેઠળ રાજ્યમાં મનફાવે તેમ ફી લેનાર કોલેજોને આજે મસમોટો દંડ ફટકાર્યો છે. આજના દિવસમાં FRC દ્વારા રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોને રૂપિયા 93 હજારથી રૂપિયા 20 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે.
રાજ્યની 29 કોલેજ સામે FRCએ આજે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. FRCએ આજે પારૂલ ઈન્સ્ટીટ્યુટની વિવિધ બ્રાંચમાં રૂપિયા 3 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. પારૂલ ઈન્સ્ટીટ્યૂટમાં જુદી જુદી બ્રાંચમાં રૂપિયા 20 લાખનો દંડ કરતા કુલ રૂપિયા 3 કરોડનો દંડ ફટકાર્યો છે.
ફિ નિયમન સમિતીએ વિદ્યાર્થીઓની અરજીને ધ્યાનમાં રાખીને રાજ્યના 2074 વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાને લઈને જુદી જુદી કોલેજો દ્વારા લેવામાં આવેલી ડિપોઝીટની દબાવી રાખેલી રકમ પરત કરાવી છે. FRCએ આ સંદર્ભે કુલ રૂપિયા 1 કરોડ 19 લાખની રકમ 9 સંસ્થાઓ પાસેથી પરત અપાવી છે. અગાઉની અને હાલની ફરિયાદો મળીને સિમિતીએ અત્યારસુધીમાં રાજ્યના 3,687 વિદ્યાર્થીઓને 2 કરોડ 23 લાખ 90 હજાર 477 રૂપિયા પરત અપાવ્યા છે.