છેલ્લા ત્રણ કવાર્ટરમાં થયેલા નુકશાનના આંકડા રાજયસભામાં જાહેર કરાયા
વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૬૪૦૯, ૨૦૧૬-૧૭માં ૧૬૫૫૨ જયારે ૨૦૧૭-૧૮માં ૩૬૬૯૪ કરોડનું તોતીંગ નુકશાન
વર્ષ ૨૦૧૮ સુધીમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ભારતીય બેંકોને છેતરપિંડીના કારણે રૂ.૭૦,૦૦૦ કરોડનું તોતીંગ નુકશાન યું હોવાના આંકડા રાજયસભામાં જાહેર કરાયા છે. વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં કોમર્શીયલ બેંકોને અનુક્રમે રૂ.૧૬૪૦૯ કરોડ, રૂપિયા ૧૬૬૫૨ કરોડ અને ૩૬૬૯૪ કરોડનું નુકશાન થયું હોવાનું જણાવાયું છે.
તાજેતરમાં રાજયકક્ષાના નાણામંત્રી શિવપ્રતાપ શુકલાએ રાજયસભામાં આંકડા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, લોન અને અન્ડર ટેકિંગ લેટરના માધ્યમી કૌભાંડ આચરાયા છે. વર્ષ ૨૦૦૮ની ૩૧ માર્ચ સુધીમાં કોમર્શીયલ બેંકોનો ગ્રોસ એડવાન્સ ૨૫.૦૩ લાખ કરોડ સુધીનો હતો જે ૨૦૧૪માં વધીને રૂ.૬૮.૭૫ લાખ કરોડ સુધી પહોંચ્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૧૩૯ એવા દેણદારો છે જેમની પાસે રૂ.૧૦૦૦ કરોડનું ઉઘરાણું નિકળે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝયુલેશન પ્રોસેસ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. આરબીઆઈ દ્વારા બેંકોએ લીધેલા પગલાની સરાહના કરવામાં આવી છે. આઈપીસીના બેંક કરપ્સી કોડ હેઠળ બાર કૌભાંડીઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા બાદ પીએનબીમાં મસમોટું કૌભાંડ બહાર આવતા સમગ્ર દેશ હચમચી ગયો હતો. નિરવ મોદી અને ચોકસી જેવા કૌભાંડીઓ દેશ છોડી બહાર ભાગી ગયા હતા. તેમની પાસેથી નાણા વસુલ કરવા સરકાર ઉંધેમાથે થઈ છે. આવા બનાવો બહાર આવ્યા બાદ સરકારે આર્થિક છેતરપિંડીને રોકવા અને તેમની સામે કડક પગલા ભરવા નવા કાયદા બનાવ્યા છે.
બીજી તરફ બેંકોનું સ્વાસ્થ્ય દેશના ર્અતંત્ર સો જોડાયેલુ છે. બેંકોના સ્વાસ્થ્યને અસર થાય તો અર્થતંત્રની તબીયત બગડી શકે ત્યારે છેલ્લા ત્રણ કવાર્ટરમાં બેંકોને છેતરપિંડીના કારણે રૂ.૭૦,૦૦૦ કરોડનું નુકશાન થયું હોવાના સત્તાવાર આંકડા બહાર આવ્યા બાદ હવે શું પગલા લેવાશે તેના પર નજર છે.