લોન પાસ કરાવી દેવા માટે લીધેલા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ગઠિયાએ લોન ઉપર ઓનલાઈન ખરીદી કરી લીધી: ત્રણ મહિના પૂર્વે કરેલી અરજીમાં અંતે નોંધાતો ગુનો
શહેરમાં વધુ એક છેતરપિંડીનો બનાવ પોલીસ સમક્ષ આવ્યો છે. જેમાં યુનિવર્સિટી રોડ ઉપર રહેતિ બે મહિલાઓ સાથે એક ગઠીયાએ લો નપાવી દેવાનું કહી તેમની પાસેથી લોનના બહાને ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ ગઠીયા એ પોતે લોન ઉપર ઓનલાઇન ખરીદી કરી કુલ રૂપિયા પોણા પાંચ લાખની છેતરપિંડી કરી ફરાર થયો હતો આ મામલે બંને મહિલાઓએ યુનિવર્સિટી પોલીસમાં ત્રણ મહિના પૂર્વે અરજી કરી હતી જેમાં પોલીસે અંતે ગઠીયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલ એફએસએલ કચેરી ની પાછળ રહેતા પારુલ બેન અરવિંદભાઈ સોલંકી અને તેના પરિચિત મહિલા એ યુનિવર્સિટી પોલીસમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.24-6-22 ના રોજ તેના પતિના મોબાઈલમાં એક કોલ આવ્યો હતો. સામાવાળા શખ્સબજાજફાયનાન્સમાંથી વાત કરતો હોવાનું કહી એક લાખની લોન પાસ થઈ ગયાનું જણાવ્યું હતું. ડોકયુમેન્ટ લેવા એક માણસ આવશે તેમ કહ્યું હતું. બીજા દિવસે રવિ પરમાર નામનો યુવક આવ્યો હતો. તેણે ડોકયુમેન્ટ માંગતા પતિના આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસબુક માંગ્યા હતા.
તે વખતે રવિ પરમારે લોનની પ્રોસીઝર મોબાઈલમાં કરતો હોવાનો દેખાવ કર્યો હતો અને કહ્યું કે હાલ સરખા ફોટા પડતા નથી. હું બે દિવસ પછી આવશે. હું બીજી લોન પણ કરૂ છું. કોઈને જરૂર હોય તો કહેજો . જેથી તેના બહેનપણી પ્રભાબેન ઠુંમ્મરને લોનની જરૂરીયાત હોવાથી તેને વાત કરી હતી. જેથી તેણે પણ રવિ પરમારને પોતાના ડોકયુમેન્ટ આપતા તેના મોબાઈલમાં ફોટા પાડી લોનની કાર્યવાહીનો દેખાવ કર્યો હતો.
બાદમાં કહ્યું કે એકાદ મહીનામાં લોન પાસ થઈ જશે. ગઈ તા.26-6-2022 ના રોજ તેના ઘરે કુરીયરમાં મોબાઈલ ફોનનું પાર્સલ આવ્યું હતું. જેથી તેણે વિ પરમારને પોતાને લોનની જરૂર હોવાનું કહેતા તેણે મોબાઈલ લઈ લેવાનું કહી સાથોસાથ કહ્યું કે તમારી પૈસા ભરવા નહી પડે. પરીણામે તેણે મોબાઈલ ફોનનું પાર્સલ લઈ લીધું હતું.બાદમાં વિ પરમારે ઘરે આવી મોબાઈલ રીટર્ન કરાવી આપવાની વાત કરી પાર્સલ લઈ જતો રહ્યો હતો. ચાર-પાંચ દીવસ પછી ફરીથી કુરીયરમાં મોબાઈલનું પાર્સલ આવ્યું હતું. જે પણ તેણે રવિ પરમારના કહેવાથી લઈ લીધું હતું. ત્યારબાદ બજાજ ફાયનાન્સમાંથી લોનના હપ્તા ભરવા માટે કોલ આવવા લાગ્યા હતા. આ જ પ્રકારના ફોન પ્રભાબેનને પણ આવ્યા હતા. જેથી રવિ પરમારે કંઈક ખોટી કર્યાની શંકા ગઈ હતી. પરીણામે ફાયનાન્સ કંપનીમાં તપાસ કરતા તેના નામે રૂા.84 હજાર ઉપરાંત ઓનલાઈન ખરીદીની લોન બોલતી હોવાનું જણાવ્યું હતું. પ્રભાબેને પણ લોનથી ઓનલાઈન ખરીદી કર્યાની માહિતી મળી હતી. જેથી તેને આજથી ત્રણ મહિના પહેલા અરજી કરી હતી પરંતુ પોલીસે હવે અંતે ગુનો નોંધી આરોપી રવિ ની શોધખોળ કરી છે.