ગૂરૂ, ચેલા અને તેમના મળતીયાઓએ અલગ-અલગ જગ્યાએ વીધી કરાવી લાખો રૂપીયા ઉસેડયા
જૂનાગઢના ભિયાળ ગામે રહેતા એક યુવકને સંતાનમાં દીકરો ન હતો, અને સંતાનમાં પુત્ર રત્ન પ્રાપ્ત થાય તે માટે અનેક બાધા, આખડીઓ અને સારવાર કરી રહ્યા હતા એ દરમિયાન નયનભાઈને એક ગુરુ ચેલાનો ભેટો થઇ ગયો હતો અને આ ગુરુજી તથા તેના ચેલો અને તેઓની સાથે મળેલ તેના મળતીયાઓએ પુર્વ આયોજીત કાવત્રુ કરી, ધનદોલત સિદ્ધ કરવાના બહાને રૂ. ૭૭.૭૦ લાખનું કરી નાખ્યું હતું.
આજના આધુનિક યુગમાં પણ મગજમાં ભરાઈ ગયેલી અંધશ્રદ્ધા હજુ શ્રદ્ધાળુ લોકોમાંથી નીકળતી નથી, ત્યારે ઢોંગી ધુતારા આવા અંધશ્રદ્ધામાં માનતા લોકોને પોતાનું નિશાન બનાવી ખંખેરી રહ્યા હોવાની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવે છે. ત્યારે જૂનાગઢ તાલુકાના ભેસાણના એક યુવકને સંતાનમાં પુત્રની ખોટો હોય ત્યારે એક ગુરુજી અને છેલો ભટકી ગયા હતા અને આ યુવકની જમીન વેચવી જુદા સ્થળોએ ધાર્મિક વિધિ માટે લઈ જઈ ધનદોલત સિદ્ધ કરવાના બહાને રૂપિયા ૭૭.૭૦ લાખ ખંખેરી નાખી ચાલતી પકડી હતી, ત્યારે અંધશ્રદ્ધામાં છેતરાયેલા આ યુવક તેના પરિવારને માથે હાથ રાખી, રોવાનો સમય આવ્યો છે. જો કે, આ પરિવારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આ ગુરુ ચેલાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.વાત જાણે એમ છે કે જૂનાગઢના ભિયાળ ગામે રહેતા નયનભાઇ પ્રવીણભાઇ સોજીત્રા (ઉ.વ ૨૬) ને સંતાનમા દીકરો ન હોય, તે દરમિયાન મોબાઇલ નંબર ૮૧૨૮૮ ૬૩૩૮૧ તથા
૯૮૯૮૧ ૩૫૩૧૭ ના ધારક ગુરુજી તથા તેનો ચેલાના ફોનિક્ સંપર્કમાં નયનભાઈ આવ્યા હતા. અને આ ગુરુજી તથા ચેલાએ નયનભાઈને ઘરે દીકારાનો જન્મ થશે તેવો વિશ્વાસ આપી, નયનભાઈના મોબાઈલ નંબર ઉપર ગુરુજીી તથા ચેલાએ પોતાના મોબાઇલ ઉપરથી અલગ અલગ વીધીઓ કરવા માટે જણાવ્યા બાદ નયનભાઈ પાસે રહેલ ઘરેણા તથા ફરીયાદીની ખેતીની જમીનમા મેલુ હોવાનુ જણાવી, આ મેલુ કાઢવા માટે ફરીયાદી પાસે જમીન વેચાવી નખાવી હતી.
બાદમાં આ ગુરુજી અને ચેલાએ વેચેલ જમીનના આવેલ રોકડા રુપીયા તથા ઘરેણા સીધ્ધ કરવાના બહાને અલગ અલગ વીધીઓ માટે ફરીયાદીના રુપીયા તથા સોનાના દાગીના મળી કુલ રૂ. ૭૭,૭૦,૦૦૦ નાગેશ્વર, સાણંદ, સાચણ, ધાગધ્રા વિગેરે જગ્યાએ બોલાવી ત્યા અવાવરુ જગ્યાએ રુપીયા રખાવી, ફરીયાદીના રુપીયા પચાવી કયા હતા સાથોસાથ આપ્યા બાદ ચીટર ટોળકીએ ફરીયાદી તથા સાહેદના મોબાઇલ ફોનમા વાતચીતોના રેકોર્ડીંગનો નાશ કરાવી નાખ્યો હતો.ગુજરાતી કહેવત મુજબ ગધ્યું અને ફાળિયું બંને જતા અંતે જૂનાગઢ તાલુકાના ભેસાણના આ યુવકને ઢોંગી ગુરુજી અને તેનો ચેલી તથા તેની મળતિયાઓની ટીમ દ્વારા છેતરાયા હોવાનું ભાન થતાં આ ટોળકી દ્વારા પચાવી પડાયેલ રૂપિયા ૭૭.૭૦ લાખ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો રજીસ્ટર લઈ અંધશ્રદ્ધાની આડમાં માતબર રકમની છેતરપિંડી, વિશ્વાસઘાત કરનાર ગુરુજી, ચેલા સામે ગુનો નોંધી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.