મોરબીમાં સાઇબર ક્રાઇમના બનાવમાં સાઇબર ફ્રોડ દ્વારા ભારત સરકારની ICEGATE સ્કીમમાં બોન્ઝા વિટ્રિફાઇડ કંપનીનું ખોટુ મેઈલ આઈડી બનાવી એકપોર્ટના ધંધાની રકમ આધારિત પ્રોત્સાહિત 29 કુપનની 71.45 લાખની રકમ બારોબાર મેળવી ઠગાઈ થયાની બોન્ઝા વિટ્રિફાઇડના માલિક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નિકાસમાં સરકારે પ્રોત્સાહન માટે આપેલા કંપનીની રકમ સાયબર માફીયાએ બારોબાર ઉપાડી લીધી
મળતી માહિતી અનુસાર અવની ચોકડી પાસે આવેલ ગણેશ પેલેસમાં રહેતા દેવેન્દ્રભાઈ છગનભાઇ પનારાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે દેવેન્દ્રભાઈ પનારા બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ઢૂવા-માટેલ રોડ નામની ફેકટરી ધરાવતા હોય અને તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરતા હોય જેથી એકસપોર્ટના ધંધાની વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન મળતા હોય જે સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – 29 જેની કિં.રૂ. 71,45,616/- ની રકમ ફરીયાદીશ્રીની ફેકટરીના નામે જમા થયેલ હોય જે કોઇ અજાણ્યા માણસે કંપનીની જાણ બહાર ફરીયાદીની કંપનીના કિંમતી દસ્તાવેજો ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના નામનુ bonzavitrifi edpltd27gmail.comવાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – 29 કિં.રૂ. 71,45,616/- પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ ફરીયાદીની બોન્ઝા વિટ્રિફાઇડ સીરામીક કંપની સાથે રૂા. 71,45,616/- ની ઠગાઇ થયા બાબતની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ફ્રોડ યુઝર બનાવવા માટે ખોટુ ઇ-મેઇલ આઇ.ડી. bonzavitrifi edpltd27gmail.comવાળુ બનાવનાર આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ 420, 465, 467, 468, 471 તથા આઇ.ટી.એકટ 66સી, 66ડી મુજબ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.