મવડી મેઇન રોડ, કૈલાસનગર- 2માં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હરેશ ભાયલાલભાઇ પરમાર નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતાને ત્રણ મિત્રો સાથે તા.13- 11ના ગોવા ફરવા જવાનું નક્કી કર્યું હતું. આ સમયે તેના સોશિયલ મીડિયામાં બુકિંગ તત્કાલ ટિકિટ નામના ગ્રૂપ એડમિને સામેલ કર્યો હતો. જેથી ગ્રૂપ એડમિનને તા.6- 11ના વ્યક્તિગત મેસેજ મોકલી તમામ વિગતો મોકલી હતી. ત્યારે તે વ્યક્તિએ ફોન કરી તમે ચિંતા ન કરો હું રેલવે એજન્ટ તરીકે કામ કરું છું. તમારી ટિકિટ થઈ જશેની વાત કરી હતી. બાદમાં તેને એક ક્યૂઆર કોડ મોકલી તેમાં પેમેન્ટ કરી આપવા જણાવ્યું હતું. જેથી તે વ્યક્તિએ મોકલેલા નવકાર ટ્રેડર્સ નામના એકાઉન્ટમાં ચાર ટિકિટના રૂ.9100 ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા.
રેલવે એજન્ટ તરીકે ઓળખ આપી ગઠીયાએ છેતરપિંડી કરી
બીજા દિવસે ટિકિટ માગતા તેને થર્ડ એસીમાં ટિકિટનું થાય એમ નથી સેક્ધડ એસીમાં કરી આપું. જેથી તેને હા પાડતા તેને ટિકિટના વધુ રૂપિયા કહેતા રૂ.3690 ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં બીજા દિવસે ટિકિટ માગતા તેને એક ટિકિટ મોકલી હતી. જેથી તે ટિકિટના પીએનઆર નંબર ચેક કરતા ટિકિટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. માલવિયાનગર પોલીસમાં સોશિયલ મીડિયામાં તત્કાલ ટિકિટ બુકિંગનું ગ્રૂપ બનાવનાર એડમિન સામે ગુનો નોંધાવ્યો છે.