પીજીવીસીએલમાં કલાર્કની નોકરી અપાવવા દંપત્તીએ છેતરપિંડી કર્યાનો નોંધાતો ગુનો
અબતક,રાજકોટ
માણાવદર તાલુકાના કોડવાવ ગામના દંપત્તીએ તેના જ ગામની મહિલાને પીજીવીસીએલમાં કલાર્ક તરીકે નોકરી અપાવવાના બહાને રૂા.10 લાખની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોડવાવ ગામે રહેતા રસિકભાઇ ડાયાભાઇ ભીમાણીએ તેના જ ગામના મિતલ ધીરૂભાઇ કુંડારીયા અને ધીરૂભાઇ બાબુભાઇ કુંડારીયા સામે રૂા.10 લાખની ઠગાઇની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રસિકભાઇ ભીમાણીની પુત્રવધુને પીજીવીસીએલમાં નોકરી અપાવવાના બહાને મિતલ કુંડારીયા અને ધીરૂ કુંડારીયાએ ગત તા.30 મેના રોજ રૂા.10 લાખ લીધા બાદ નોકરી અપાવી ન હતી અને રૂા.10 લાખ પરત માગતા ન આપી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. પી.એસ.ઝાલા સહિતના સ્ટાફે બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.