દંપતી સહિત સાત શખ્સો સામે ફરિયાદ
જામનગરમાં વિવિધ રોકાણકારોને રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી રૂ.૧૦ કરોડની ઠગાઈ થયાની દંપતિ સહિત સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ થતા ચકચાર જાગી છે.
રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી વિવિધ રોણકારો પાસેથી નાણા મેળવી ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ છે. એરફોર્સનાં નિવૃત કર્મચારી અને ડિફેન્સ કોલોનીમાં બાલાજી પાર્કમાં રહેતા રણજીતસિંહ સુધાકરસિંહ દરબાર ઉ.૩૭ એ હીરેન મહેન્દ્રભાઈ ધબા, મહેન્દ્ર ધબા, જય મહેન્દ્ર ધબા, આશા હીરેન ધબા,હસમુખસિંહ જીતુભા પરમાર, તોફીક બસીર શેખ અને એકાઉન્ટન્ટ સંગીતા સામે ઓમ ટ્રેડીંગ નામની કંપની ખોલી રોકાણ પર ઉંચુ વળતર આપવાનું જણાવી નાણા એકઠા કરી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ કરી છે.
રણજીતસિહે આ શખ્સો પાસે રૂ.૩૩ લાખ રોકયા હતા. જયારે અન્ય એક રોકાણકારે રૂ.૨.૭૭ કરોડ રોકયા હતા અંદાજે ૪ થી ૪૨ રોકાણકારોને રૂ.દસેક કરોડ જેવા નાણા આ શખ્સો પાસે રોકયા હતા.આ શખ્સોએ ઓમ ટ્રેડીંગ નામે બી.આર. માર્ગ પર ન્યુ સ્કવેર નામના બિલ્ડીંગમાં જી.૩૯માં ઓફીસા ખોલી હતી અને રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી નાણા ઉઘરાવ્યા હતા. આ શખ્સો ત્રણ વષૅમાં દસેક કરોડ જેવા નાણા એકઠા કર્યા હતા. બાદમાં શખ્સોએ વળતતર કે નાણાં ન આપી ઠગાઈ કર્યાનું પોલીસમા જાહેર થયું છે. પોલીસે સાતેયની શોધખોળ હાથ ધરી છે.