જય વિરાણી, કેશોદ

લોકો પાસે લોભામણિ જાહેરાતો કરીને પછી પૈસા લઈને ભાગી જવાની છેતરપિંડીની ઘટના આપણી આસપાસ બનતી હોય છે. ત્યારે ગુજરાતના જુનાગઢમાં વધુ એક છેતરપિંડીનો બનાવ બન્યો છે. જેમાં વાહન આપવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

આ ઘટના જુનાગઢ જિલ્લાના કેશોદની છે જ્યાં શ્રીજી ક્રેડીટ શાખા દ્વારા ટુ-વ્હીલર આપવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ગ્રાહકોને કહેવામા આવ્યું હતું કે તમારે દર મહિને ૧ હજારનો હપ્તો ભરવાનો અને મુદત પૂર્ણ થતાં તમને ટુ-વ્હીલર આપવામાં આવશે. આ મુજબ ગ્રાહકો દર મહિને ૧ હજાર રૂપિયાનો હપ્તો ભરવામાં આવતો. આ હપ્તાઓની મુદત પૂરી થતાં શાખાનું ઉઠમણું થઈ ગયું.

Screenshot 2 40

શાખાનું ઉઠમણું થઈ ગયું છે તેની જાણ ગ્રાહકોને થતાં તેમણે છેતરપિંડી કરનારા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. શ્રીજી ક્રેડીટ કો.સો.લી. કેશોદ બ્રાંચ કમ એજન્ટ તથા હેડ ઓફિસ મેનેજર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશને ગ્રાહકોનું ટોળું પહોંચ્યું હતું આ ટોળું જોયા બાદ અસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે તેવી શક્યતા છે. પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.