તમામ ઇન્ટેનજીબલ એસેટ પર 18 ટકા જીએસટી લાગુ થશે.
કેન્દ્ર સરકાર દ્વારા પોતાની આવક માં વધારો થાય તે માટે અનેકવિધ પ્રયત્નો આદરવામાં આવતા હોય છે જેને ધ્યાને લઇ સરકાર દ્વારા એક નવીનતમ પગલું હાથ ધરવામાં આવ્યું છે જેમાં દરેક કંપનીએ તેમના તમામ ઇન્ટેનજીબલ એસેટ ઉપર જીએસટી ચુકવવાનો રહેશે હાય ઘણા વિવાદીત કેસમાં એ વાતની સ્પષ્ટતા ન થતી હતી કે જીએસટીનો દર 12 ટકા રાખવો કે ૧૮ ટકા રાખવો પરંતુ આ કેસમાં કંપનીઓએ 18% જીએસટી ભરવો પડશે.
ઇન્ટેનજીબલ એસેટમાં બ્રાન્ડ,લોગો, શાખ સહિત અનેક ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે હવે આ તમામ ઉપર પણ જે તે કંપનીએ જીએસટી ભરવાનો રહેશે આ નિર્ણય થી માત્ર મોટી કંપનીઓ નહીં પરંતુ સ્થાનિક કંપનીઓને પણ આ કાયદો લાગુ પડશે બીજી તરફ ફ્રેન્ચાઈસી આપતી કંપનીઓ એ પણ 18% જીએસટી ભરવાનો રહેશે. સરકાર દ્વારા આ નિર્ણયને વહેલાસર અમલી બનાવવામાં આવે તે માટે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા અને રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં ટાટા ગ્રૂપ, મહિન્દ્રા ગ્રૂપ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત અનેકને આ નિર્ણય લાગૂ થશે.
કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે હાલ આ તમામ કંપનીઓ તેમના લોગો સહિતના અને મુદ્દાને ધ્યાને લઇ તેઓ જીએસટી ભરતા નથી હોતા. સૌથી મોટું કારણ એ છે કે હાલ જે સરકારને પેટ મારફતે આવક થવી જોઈએ કે થઈ શકતી નથી અને આ પ્રકારની મોટી કંપનીઓ ટેક્સ ચોરી કરવામાં અવ્વલ નંબરે આવતી હોય છે અને ઘણી ચીજવસ્તુઓ છુપાવતી હોય છે.
પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય માં એવા સ્પષ્ટ થાય છે કે હવે આ તમામ કંપનીઓએ કર ચૂકવવો પડશે. કંપનીની શાખ અને લોગો ની કિંમત ખૂબ જ મોટી હોય છે પરંતુ કોઈ પણ કંપની તેના લોગો અને શાખ પર જે આવક થવી જોઈએ તે ન થતા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે પરિણામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.