દિલ્હી એરપોર્ટ પર ફ્રેન્ચ રાષ્ટ્રપતિ એમાન્યુએલ મેક્રોન અને તેમના પત્ની મેરી કલોઉડનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉમળકાભેર સ્વાગત આવતીકાલે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સનું પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનના હસ્તે ઉદઘાટન
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમાન્યુએલ મેક્રોન આજથી ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે. દિલ્હી એરપોર્ટ ખાતે પ્રોટોકોલ તોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ એમાન્યુમેલ મેક્રોનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતુ. રાષ્ટ્રપતિ એમાન્યુએલ મેક્રોનની સાથે તેમના પત્નિ મેરી કલોઉડ સહિત ફ્રેન્ચ બિઝનેસમેન અને અધિકારો ભારત મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે, આ મુલાકાતથી ફ્રાંન્સ અને ભારત વચ્ચે આર્થિક તેમજ સંરક્ષણ સંબંધો વધુ મજબુત બનશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફ્રેન્ચ રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસનો મુખ્ય હેતુ આર્થિક, રાજનીતિ અને સંરક્ષણ સહિત વ્યૂહાત્મક ક્ષેત્રે દ્વિપક્ષીય કરારો વધુ વિકસાવવાનો છે.
રાષ્ટ્રપતિ એમાન્યુએલ મેક્રોનના આગમનની સાથે સવારે નવ વાગ્યે રાષ્ટ્રપતિભવનમાં વેલકમ સેરેમનીનું આયોજન કરાયું હતુ. જયાં તેઓ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સહિતક ભારતીય મંત્રી મંડળની સાથે મુલાકાત કરી હતી.
ન્યુકલીઅલ કોઓપરેશન, સોલાર એનર્જી તેમજ સંરક્ષણ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ભારતીય રેલવે અને મેટ્રો લાઈન્સ માટે ઈલેકટ્રીક મોબીલીટી વગેરે ક્ષેત્રે અતિ મહત્વના કરારો થશે. ૧૧ માર્ચે યોજાનારી ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સનું પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ઉદઘાટન કરશે. આજે સાંજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોન્ફરન્સની સાથે ૨૪ દેશોનાં પ્રમુખ સાથે ડીનર લેશે જેમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ એમાન્યુએલ મેક્રોન પણ હાજર રહેશે.
જણાવી દઈએ કે, ભારતની મુલાકાતે આ અગાઉ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાન્સીકો હોલાન્ડે આવ્યા હતા અને ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬માં પ્રજાસતાકદીનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જૂન માસમાં ફ્રાંસની મુલાકાતે ગયા હતા.
ચાર દિવસના ભારત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન વારાણસીની પણ મુલાકાત લેશે અને ગંગા નદી પર બોટ રાઈડ કરશે પીએમ મોદી અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન મીરઝાપૂરના ૧૦૦ મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટની પણ મુલાકાત લેશે.
રફાલ ડીલમાં સરકારે ૧૨ હજાર કરોડનું નુકશાન કરાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
ફ્રાંસનાં રાષ્ટ્રપતિ એમાન્યુએલ મેક્રોન ભારત પ્રવાસે આવ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે ફ્રાન્સ સાથે ભારત જૂના અને મહત્વના સંબંધો ધરાવે છે. ત્યારે ફ્રેન્ચ સાથેની રફોલડીલમાં મોદી સરકારે રૂ.૧૨૦૦૦ કરોડનું દેશને નુકશાન કરાવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂકયો છે.
જણાવી દઈએ કે, ફ્રાંન્ચ પાસેથી ભારતે ૩૬ ફ્રેન્ચ રફાળ ફાઈટર જેટ ખરીધા છે. કોંગ્રેસે કહ્યું છે કે, ફ્રેન્ચ કંપનીએ એક રફાલ ફાઈટર જેટના ભારત પાસેથી રૂ. ૩૫૧ કરોડ વધુ લીધા છે.
જયારે કતાર અને ઈજીપ્ત કરતા આ રકમ વધુ છે. વર્ષ ૨૦૧૫માં કતાર અને ઈજીપ્તે ૭.૯ બીલીયન યુરોમાં ૪૮ જેટ ફ્રાન્સ પાસેથી ખરીધા હતા જયારે ૩૬ જેટ ભારતે ખરીધા ત્યારે ફ્રાંન્સે ૭.૫ બીલીયન યુરો ભારત પાસેથી વસુલ્યા હતા જે વધુ છે અને દર રફાલ ફાઈટર જેટમાં ૩૫૧ કરોડનું નુકશાન થયું છે.