ફ્રાંસમાં 300થી વધારે ભારતીય યાત્રીઓને લઈને જઈ રહેલા વિમાનને અટકાવવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે 300 વધારે ભારતીય યાત્રીઓને લઈ નિકારાગુઆ જઈ રહેલ એક વિમાનને માનવ તસ્કરીની આશંકાને પગલે ફ્રાંસમાં અટકાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને મળેલી માહિતીને ધ્યાનમાં રાખી આ વિમાનને અટકાયતમાં લીધુ હતું. મળતી માહિતી પ્રમાણે યાત્રીઓની શરતો તથા તેમના ઉદ્દેશો અંગે તપાસ થઈ રહી છે.
યુ.એ.ઇ.થી નીકારગાઉઆ જતી ફ્લાઇટને ફ્રાન્સ પહોંચતા જ રોકી દેવાઇ
ફ્રાંસના સ્થાનિક મીડિયા તરફથી મળેલી માહિતી પ્રમાણે અધિકારીઓ માનવ તસ્કરીની આશંકા અંગે તપાસ કરી રહ્યા છે. રોમાનિયાની ચાર્ટર કંપની દ્વારા સંચાલિત ઉડ્ડાન ગુરુવારે દુબઈથી રવાના થઈ હતી અને ટેકનિકલ બાબતની તપાસ માટે વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું.
અહીં વૈટ્રી એરપોર્ટ પર રેસિપ્શન હોલને યાત્રીઓને રાખવામાં આવ્યા છે. અધિકારીઓ તેમને મળેલી માહિતીને લઈ વધુ તપાસ કરી રહ્યા છે.ન્યૂઝ એજન્સીએ આપેલી માહિતી પ્રમાણે ભારતીય યાત્રીઓને અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશનો પ્રયાસ કરવા માટે મધ્ય અમેરિકાની યાત્રા કરવાની યોજના ધરાવતા હોઈ શકે છે. પેરિસના સરકારી વિભાગ દ્વારા જણાવાયું કે, યાત્રીઓના માનવ તસ્કરીનો શિકાર હોવાની આશંકાને ધ્યાને રાખીને ગુપ્ત માહિતી બાદ ગુરૂવારે વિમાનને અટકાવવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ પ્રાથમિક માહિતીના આધારે પ્લેન અટકાવ્યા બાદ તેને જવા દેવાયું હતું.