-
ક્રોએશિયાને ૪-૨ થી હરાવી ૨૦ વર્ષના લાંબા અંતરાલ બાદ બીજી
-
વખત વર્લ્ડકપનો ખિતાબ હાંસલ કર્યો ફ્રાંસમાં જશ્નનો માહોલ
-
લોકોએ રાતભર કરી ઉજવણી
ફીફા ફાઈનલ ફાઈટમાં ૧૯૯૮ની ચેમ્પિયન ટીમ ફ્રાન્સે મોસ્કોમાં યોજાયેલા ફાઈનલ મુકાબલામાં ક્રોએશિયાને ૪-૨ થી માત આપી વર્લ્ડ કપની ટ્રોફી મેળવી હતી તો ફાઈનલમાં પ્રથમ વખત પ્રવેશનારી ટીમ ક્રોએશિયાના ટાઈટલ જીતવાના સપના પર પાણી ફેરવાયું હતું. ફ્રાન્સ તરફથી ગ્રિએઝમાન, પોગ્બા અને મેબાપેએ ૧-૧ ગોલ કર્યા, ક્રોએશિયાના મોન્ઝુકિએ આત્મઘાતી ગોલ કરતા ફ્રાન્સને ફાયદો થયો હતો. જયારે ક્રોએશિયાના ખેલાડી પેરિસિચ અને મોન્ઝુકિરો ૧-૧ ગોલ કર્યા હતા.
ક્રોએશિયા શરૂઆતી રમતમાં આક્રમક રહ્યું હતું પરંતુ ૧૮મી મિનિટે ગ્રિએઝમાનને નીચે પટકતા ફ્રાન્સને પેનાલ્ટી કિક મળી હતી. જોકે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ જેવી શકિતશાળી ટીમને ક્રોએશિયાએ જબરદસ્ત ફાઈટ આપી હતી. ક્રોએશિયાનો મિડફિલ્ડર મોર્સેલો બ્રોઝોવિચ હેડર મારવા માટે હવામાં ઉછળ્યો ત્યારે ફ્રાન્સના મિડફિલ્ડર ઓલિવર ગીરોડે તેના કરતા બમણી હાઈટે ઉછળીને પોતાની ટીમને લીક અપાવવાનો પ્રયત્ન કર્યો. ક્રોએશિયન ટીમ છેલ્લે સુધી જીતવાના જોશ સાથે જોવા મળી હતી. ૧૮મી મીનીટે મારીઓ માન્ડઝુકિડે ૧-૦ થી લીડ અપાવી હતી. જોકે તેની બરાબરી કરવા ૧૦મી મીનીટે ક્રોએશિયાએ પણ ગોલ કરતા મેચ વધુ રોમાંચક બન્યો હતો. ત્યારબાદ ફ્રાન્સે ફરી એક વખત જબરદસ્ત કમબેક કરતા સ્ટાર ખેલાડી એન્ટોનીએ મેચની ૩૮મી મિનિટે ફરી ગોલ નોંધાવી સ્કોર ૧-૧ થી આગળ કર્યો તો બીજા હાફમાં શરૂઆતથી જ ફ્રાન્સ પહેલા કરતા પણ વધુ આક્રમક બન્યું હતું અને ૫૭મી મીનીટમાં તેને પરીણામ પણ મેળવ્યું હતું. ૬૫મી મીનીટમાં ફ્રાન્સ માટે આ ફુટબોલ વર્લ્ડકપમાં સૌથી વધુ સફળ સાબિત થનારો કેલીન એમ્બામ્પે રહ્યો હતો. ૬૯મી મિનિટના મેચમાં ફ્રાન્સના ગોલકિપરે કરેલી એક ભુલને કારણે ક્રોએશિયા ટીમને લીડ મળી પરંતુ ફરી જોશ સાથે કમબેક કરતા ફ્રાન્સે જીત મેળવી હતી અને ક્રોએશિયાને ૪-૨ થી હરાવી ફાઈનલની ટ્રોફી મેળવી હતી.