ગમી હતી બહુ સુગંધ એક,
ચાલ્યો હું ગામડાંના માર્ગે એક,
શોધી ફરી જેને મેં એક વાર સેજ,
ચાલ્યો હું ફરી તે જ શાંત ગલીએ વાર સેજ,
ભૂલી વિચારો મારા મનના ક્ષણમાં એક,
આવી ફરી યાદ મને પહેલી અત્તરની એક,
રસ્તામાં મલતા સૌ કોઈને પૂછ્યું સેજ,
ક્યાં છુપાયી પહેલી સુગંધ એક ?
કોઈને લાગે બાગીચે તો,
કોઈને લાગે સરિતાના છેટે,
જવું ક્યાં હવે સવાલ મારે એ ?
મેળવી હતી સુગંધ મારે ફરી વાર તે,
ચાલતાં-ચાલતાં આવી પોહચ્યો,
હું એક સ્થાન એ,
લાગ્યું મને મારુ ઘર એજ,
પ્રભાત થતાં આંખ ખૂલી મારી એક,
આવી મને પત્નીના પ્રેમની યાદ એ,
અત્તરથી અંતર સુધી સોડમ સેજ,
ખોવાયો હું ફરી ઉઠતાં,
તેને જોતજ ફરીથી હું ખોવાયા
તેનાં પ્રેમ અને મલકાટમાં ફરી વાર એજ,
લાગ્યો મને આ પ્રેમ તારો,
અત્તરથી અંતર સુધીની તેજ.