પર્યુષણ પર્વ – દિવસ – 7
જન્મી-જીવીને મૃત્યુ પામવું આ સાર નથી માનવ જીવનનો સદ્ગુણ-સત્સંગ-સંસ્કાર પ્રભુએ માર્ગ બતાવ્યો સદાચારનો
સદાચારનો સંદેશ અને પવિત્રતાનો પયગામ લઇ પર્વાધિરાજ પર્વનો છઠ્ઠો દિવસ જિનશાસન ગગને ઉદીત થયો.
આંખમાં અમી, શ્ર્વાસોશ્ર્વાસમાં શીલના ભાવો ઘૂંટાવે પર્યુષણ પર્વ
અંતરમાં અનુકંપાની આહલેક જગાડે ભેરી સુણાવે પર્યુષણ પર્વ
સદાચારની સુવાસને સોનેરી સંદેશો આપે પર્યુષણ પર્વ
જીવનમાં જીવદયા દિલમાં દયાના રંગો રેલાવે પર્યુષણ પર્વ
‘જીવો અને જીવવા દો’નો જયનાદ ગુંજાવે પર્યુષણ પર્વ
‘સદાચાર તે આર્ય સંસ્કૃતિનો વૈભવ છે’ પર્યુષણ પર્વ
મહાનપર્વના પાવન દિવસોમાં ત્રિપદીને હૃદ્યસ્થ કરવાની છે. (1) રાખો દેવને અંતરમાં (2) રહો ગુરૂના અંતરમાં (3) ઘૂંટો ધર્મ રગેરગમાં ઉપનેઇવા-વિગમેવા-ધ્રુવેવા જેમ આગમની ત્રિપદી છે તેમ જીવનને સદાચારથી સુવાસિત કરવાની આ ત્રિપદી છે. આરાધક બનવાની પણ ત્રિપદી છે.
(1) ખામેમિ – ક્ષમા માંગવી, ક્ષમા આપવી.
(2) મિચ્છામી – પાયદોષોનું મિચ્છામી દુક્કડમ્ આપવું
(3) વંદામી – દેવ-ગુરૂ ધર્મ આ ત્રણ તત્વને ભાવથી વંદના કરવા. તે માટે ભક્તિ માંગે છે. સરળતા, શ્રધ્ધાને સમર્પણ.
શીલદુર્ગતિ નાશનં – સદાચાર દુર્ગતિનો નાશ કરી. પરમગતિ તરફ પ્રયાણ કરાવે છે. તેથી સ્તો કહ્યું: સદાચારની સુવાસ પ્રસરાવે પવિત્ર પ્રકાશ. સદાચારનો ચંદ્ર આત્મગગને ચમકાવવાનાં 4 માઇલસ્ટોન જ્ઞાતીએ બતાવ્યા
- Time is Money- સમય કિંમતી છે. માનવભવની એકક્ષણ કિંમતી છે. તેથી જ હોમ (2) સાહયબી જેની પાસે છે તે દેવો પણ માનવભવને ઝંખે છે. જ્ઞાનના ધણી 50,000 શિષ્યોના ગુરૂ તેવા ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે કહ્યું કે સમય ગોયમમા પમાયએ “હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કરશો નહિં
- Knowledger Power – જ્ઞાનએ આત્માનો ગુણ છે. જ્ઞાન વિનાનો નર પશુ જ્ઞાન હશે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહી શકશે. જીવદયા વિના ધર્મ અધુરો તેવી સમજણ જ્ઞાન આપે છે. જીવદયાથી પાંચ લાભ થાય.
(1) દીર્ઘાયુ (2) નિરોગીકાયા (3) અકસ્માત વ. થી મૃત્યુ ન થાય (4) સર્વત્ર સફળતા (5) સર્વત્ર લોકપ્રિયતા મળે.
જ્ઞાનજીવનનું અણમોલ ધન-જ્ઞાનથી ખીલે સદાચાર સુમન…!!!
જ્ઞાન અને ક્રિયા જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન અને સદાચારનો સમન્વય એટલે જૈન દર્શન !
- Truth is God- સત્ય એ જ ભગવાન છે. સાચને કદી ન આવે આચ
- Characters is Life – ચારિત્ર (સદાચાર) સદાચારનો મજબૂત પાયા ઉપર આચારની ઇમારત અડીયમ રહે છે. જેમ ગાડીમાં બ્રેક, ઘોડાને લગામ, ખેતરને વાડને નદીને કિનારાની જરૂર તેમ માનવને સંયમ (સદાચાર)રૂપી બ્રેકની જરૂર છે. તો જીવન સુરક્ષિત રહે છે.
કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથીંગ ઇઝ લોસ્ટ- ચારિત્ર ગુમાવ્યું તેને જીવનનું સર્વસ્વ ગુમાવ્યું. ઇચ્છાનો નિરોધ (રોકે) કરે તે સંયમજીવને જયવંતુ બનાવી શકે.
એક શિષ્યે ગુરૂને કહ્યું – I want Peace આઇ વોન્ટ પીસ…ગુરૂ કહે છે તારા જીવનમાંથી I (ઇગો-અહમ)ને અને want – ઇર આ બેને દૂર કર એટલે તને શાંતિ ને શાંતિ મળશે. પરમ શાંતિનો અહેસાસ થશે.
આપણે પણ પરમશાંતિ- પરમ સમાધિ- પરમ સુખની અનુભવ કરવા પરમાત્માએ બતાવેલ માર્ગ ઉપર ચાલવા પ્રયત્ન કરીએ તે છે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો સાર.
હે દયાસિંધુ ! અમારા જીવનમાં સતી સીતા જેવી સદાચાર સુવાસ ફેલાય છે…!
જૈન ઇતિહાસના પાને જેનો સદાચાર સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે તેવા 16 સતીઓ જેવું શીલનું સત્વ – શૌર્યતા, ખમીરી, ખુમારી પ્રગટે અને સદાચાર સુમનની સુવાસ. પરમાણુમાં પવિત્રતાનો પાથરી પ્રકાશ દેવ દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરીએ…..
સુગંધ વિનાના પુષ્પની હિંમત નહિં
સદાચાર વિનાના માનવની હિંમત નહિં
શીલ સદાચારની સુવાસ જીવનમાં ફેલાવીએ
આચારને અપનાવી અંતર ઉપવન મહેકાવીએ
સદ્ગુણ સુસંસ્કારના ગીતોનું ગુંજન કરીએ
4 માઇલસ્ટોન આવકારી અમરપદ વરીએ
જ્ઞાનીઓએ એટલે જ કહ્યું છે કે….
સુગંધ વિનાના પુષ્પની કિંમત નહિં
સત્ય વિનાના વચનની કિંમત નહિં
સદાચાર વિનાના માનવની કિંમત નહિં.
– અજરામર સંપ્રદાયના બા.બ.શ્રી ગીતાકુમારીજી મહસતીજી