આઝાદી કાળથી ભારતમાં ખેડૂતને લાચાર, ગરીબ, અભણ, અને ગામડીયા તરીકે જ જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આવેલી તમામ સરકારોએ ખેડૂતોના લાભની વાતો અને વચનો આપ્યા, ખેડૂતોનો વિકાસ પણ કદાચ થયો હશૈ પણ જે ગતિઐ થવો જોઇઐ એટલી ઝડપે થયો નથી. છેલ્લા એક દાયકાથી ખેડૂતોને ઐન્ટરપ્રિનિયોર બનાવવાના પ્રયાસ શરૂ થયા છે. ઐફ.પી.ઓ નું સ્ટ્રકચર આ પ્રયાસનો ભાગ કહી શકાય. અગાઉ પણ સહકારી મંડળીઓના સ્વરૂપમાં ખેડૂતોને સંગઠીત કરવાનાં પ્રયાસ થયા હતા.જેમાં ખેડૂતો સારો અને વધુ પાક કેવી રીતે લઇ શકે તેના પર ભાર મુકાયો હતો. હવે ખેડૂતોને પેકેજીંગ, માર્કેટિંગ, વધુ નફો કેવી રીતે રળી શકાય અને મોટી કંપનીઓને સીધું વેચાણ કેવી રીતે કરી શકાય તેના પ્રયાસ હાથ ધરાયા છે. ખેડૂતોના વિકાસ માટે સહકારી મંડળી તો હતી જ પરંતુ તેના કાયદા ઘણા જટિલ હોવાથી સમયની સાથે નવા માળખાની જરૂર હતી.
હવે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ) આ નવું માળખું બનાવી શકે તેમ હોવાથી સરકારે નાબાર્ડ, એસ.એફ.એ.સી. તથા કૄષિ વિભાગની સંસ્થાઓ મારફતે એફ.પી.ઓને ફંડ આપવા સહિતની સુવિધાઓ તથા યોજનાઓ જાહેર કરી છે. એફ.પી.ઓ એક એવી સંસ્થા છૈ જે ખેડૂતો, દૂધ ઉત્પાદકો, માછીમારો, વણકરો, ગ્રામ્ય કારીગરો, વગેરે એકત્રિત થઇને શરૂ કરી શકે છે.મતલબ કે માત્ર ખેડૂતો જ પી.ઓ બનાવી શકે એવું નથી. પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (પી.ઓ) ઉપર જણાવેલા સૌ બનાવી શકે છે.સરકારે આ માળખાનાં વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં 10000 એફ.પી.ઓ બનાવવાનું અભિયાન છેડ્યું છે. જેના માટે 6865 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં કોમોડિટી આધારિત, વિસ્તાર આધારિત, કે ક્લસ્ટર આધારિત કંપનીઓ શરૂ કરવાનું લક્ષ્યાંક છે. વિશેષ કરીને સરકાર વન ડિસ્ટ્રીક્ટ વન કોમોડિટીનાં લક્ષ્ય સાથે કલસ્ટર ઉભા કરવાની નેમ ધરાવે છે. સરકારની આ યોજના હેઠળ એક કંપની દિઠ 18 લાખ રૂપિયા સુધીની સહાયની જોગવાઇ છે.
જેમાં એફ.પી.ઓ શરૂ થયાને ત્રણ વર્ષ સુધી સીઇઓ મેનેજરનાં પગાર, અમુક પાયાના ફર્નિચર વસાવવા માટેનો ખર્ચ, તથા વહિવટી ખર્ચની સહાય આપવાની જોગવાઇ છે. આ પાછળનો તર્ક એવો છે કે શરૂઆતમાં કંપણનિા વહિવટ માટે ખેડૂતો પાસે ફંડ ન હોય તો પણ તેઓ આ સાહસ કરેની લાભ લઇ શકે. આ ઉપરાંત જો કોઇ કંપની ઓફિસનું ભાડું ચુકવવાને બદલે ઐવા કોઇ સ્થળે કામ શરૂ કરે જ્યાં ઓફિસનો ખર્ચ નહોય તો વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય મળતી હોય છે.આ ઉપરાંત વાયદાનાં કારોબાર દ્વારા જો કોઇ એફ.પી.ઓ માલની ડિલીવરી આપે તો કંપનીને વેરહાઉસનાં ભાડાંથી માંડીને ટેસ્ટીંગના ખર્ચ ઉપરાંત જલ્દી પેમેન્ટની પણ સુવિધા મળતી હોય છે. નાબાર્ડ જેવી સંસ્થાઓ કૄષિ માટેના ઓજારો તથા ઉપકરણો અને મશીનો માટે પણ ભંડોળ આપી હોય છે.
તાજેતરમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે જ્યારે ખેડૂતો એફ.પી.ઓ મારફતે માલ વેચે છે ત્યારે તેમને 22 ટકા જેટલું વધારે વળતર મળી શકે છે. જ્યારે કોઇ કંપની સીધા એફ.પી.ઓ મારફતે ખરીદી કરે ત્યારે તેના ઇનપુટ ખર્ચમાં 28 ટકા જેટલો ઘટાડો થાય છે જેના કારણે ખેડૂતોને એકર દિઠ 1384 રૂપિયાનું વધારે વળતર મળી શકે છે.આ સેગમેન્ટમાં પણ ઘરમેળે ગ્રાન્ટ ખાઇ જવા માટે કંપનીઓ ન બની જાય તે માટે સરકારી સંસ્થાઓ 200 જેટલા ખેડૂતોના એફ.પી.ઓ ને જ આવી સહાયનો લાભ આપતી હોય છે. જેમાં પણ એક જ પરિવારનાં ભાઇ-ભાંડુઓ તથા માતા-પિતાને સાથે લઇને બનાવી દિધૈલી કંપનીઓને સહાય મળી નથી.મૂળ તો સહકારી મંડળીની સરખામણીઐ એફ.પી.ઓ નું માળખું વધુ પ્રોફેશ્નલ અને પ્રોફિટ ઓરિયેન્ટેડ હોવાથી આજના સમયમાં વધારે પ્રચલિત બની રહ્યું છે.