પતિના લાંબા આયુષ્ય માટે ગઈકાલે કરવા ચોથની મહિલાઓએ ઉજવણી કરી હતી. વહેલી સવારથી આખો દિવસ વ્રત રાખ્યા બાદ રાત્રે સોળે શણગાર સજી ચારણી દ્વારા ચંદ્રના દર્શન કરી પતિનો ચહેરો નિહાળ્યો હતો. ત્યારબાદ પતિના હાથે જ જળગ્રહણ કરી કઠણ વ્રતની સમાપ્તિ કરી હતી.
સૌભાગ્યવતીઓ આ વ્રત કરી તેમના પતિની ઉંમર, આરોગ્ય અને સારા નસીબની ઈચ્છા રાખે છે. ખાસ કરીને ઉતર ભારતના રાજયોમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રજની શર્માએ જણાવ્યું હતુ કે અમે રાજસ્થાનના છીએ કરવા ચોથનું વ્રત અમે જયારથી અમારા લગ્ન થયા ત્યારથી કરતા આવીએ છીએ પતિની લાંબી ઉંમર માટે કરીએ છીએ આ વ્રત માટે બે ત્રણ દિવસથી તૈયારી કરતા હોઈ છીએ નવા કપડા, મહેંદી, ધરેણા વગેરેની ખરીદી કરી આજે તૈયાર થઈ પૂજા કરી પતિની લાંબી ઉંમર માટે દુઆ કરી છે આ નિર્જળાવ્રત છે જે અમે પતિ માટે રહીએ છીએ અમને ખૂબજ આનંદ થતો હોય જરા પણ થાક મહેસુસ નથી થતો રાત્રે ચાંદાના દર્શન કરી પૂજા કરી ત્યારબાદ વ્રત ખોલીએ છીએ.
આ વ્રત રાજસ્થાન તથા પંજાબમાં સૌથી વધુ કરવામાં આવે છે. આ વ્રતમાં ચોથ માતાની પૂજા કરવામા આવે છે. ચાંદનું સૌથી વધુ મહત્વ હોય છે. ચાંદો નીક્ળે ત્યારે પૂજા કરી ત્યારબાદ પાણી પીવીએ છીએ જો ચાંદ ન નીકળે તો અમે ભૂખ્યા, તરસ્યા,સુઈ જઈએ છીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન ગોપાલ શર્મા એ જણાવ્યું હતુ કે આજે મારો પત્નિએ મારી લાંબા આયુષ્યની કામના અર્થે કરવા ચોથનું વ્રત કર્યું ખૂબજ આનંદ થયો. આદિ કાળથી આ પરંપરા ચાલી આવે છે. સનાતન ધર્મમાં મહત્વ પૂર્ણ પરંપરા છે. ઉતરભારતમાં ઉતરાખંડ, ઉતરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના ક્ષેત્રોમા કરવાચોથનું ખૂબજ મહત્વ છે. અને સૌથી મોટી ચોથ માનવામાં આવે છે. પત્નિ પોતાની પતિની દિધાર્યું માટે આ વ્રત કરે છે. જેમાં સવારથી સાંજ સુધી નિર્જળા વ્રત કરે છે.
ચાંદના દર્શન બાદ પતિના દર્શન તેની પૂજા કર્યા પછી પાણી ગ્રહણ કરે છે.