ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 82 જેટલા નોંધાયા છે: રાજ્યમાં હાલ 704 એક્ટિવ કેસ: છેલ્લા 24 કલાકમાં 58 લોકો સાજા થયા: એકપણ મૃત્યુ નોંધાયું નથી
ભારતમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે અનેક મોત પણ થયા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખથી વધુના મોત થયા છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં 50 ટકાનો વધારો થઇ રહ્યો છે તો શું કહી શકાય કે કોરોનાની ચોથી લહેર આવી ગઇ છે?
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પછી રવિવારે સમગ્ર અઠવાડીયામાં ભારતમાં કોરોનાની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં એક્ટિવ કેસો 23 હજારથી વધીને પાછલા અઠવાડીયાની સંખ્યા કરતા લગભગ બમણા થઇ ગયા છે અને લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ છે. જો કે હાલ મૃત્યુદરમાં કોઇ નોંધપાત્ર વધારો થયો નથી.
દેશમાં અઠવાડીયા દરમિયાન એટલે કે 6 થી 12 જૂન વચ્ચે 49 હજાર જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. જે અગાઉના અઠવાડીયાના કુલ 25,596 કેસ કરતા પણ 90 ટકા વધુ છે. 21 થી 27 ફેબ્રુઆરી પછી નવા કેસોની આ સૌથી વધુ સંખ્યા ગયા સપ્તાહમાં નોંધાઇ છે. અગાઉના સપ્તાહથી 23 હજાર કરતા વધુનો વધારો જાન્યુઆરી માસ બાદ નોંધાયો છે.
મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસમાં સૌથી અગ્રેસર છે. જેમાં 17,380 નવા કેસો નોંધાયા છે. જે અગાઉના સપ્તાહમાં 7,253 થી 140 ટકા જેટલા વધુ છે. કેરળમાં 14,500 કેસ દરરોજ નોંધાય તેવી શક્યતા છે. જે એક અઠવાડીયામાં 70 ટકાથી વધુ છે. આ બે રાજ્યોમાં જ કોરોનાના કેસમાં 65 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
સતત ચાર અઠવાડીયાથી દિલ્હીમાં કેસો ઘટાડો જોવા મળ્યા બાદ આ સપ્તાહમાં કુલ 4068 કોરોનાના નવા કેસો નોંધાયા છે. જે અગાઉના સાત દિવસની સરખામણીમાં 68 ટકા વધુ છે.
રાજકોટમાં કાચિંડાની જેમ રંગ બદલતો કોરોના: વધુ ત્રણ પોઝિટિવ
ગુજરાતભરમાં ચોમાસાના આગમનની સાથે કોરોના વાયરસનું પ્રમાણ પણ ચિંતા જનક વધી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના હવે કાચિંડાની જેમ રંગ બદલતો દેખાઈ રહ્યો છે. જેમાં ગઇ કાલે શહેરમાં વધુ 3 કેસ કોરોના પોઝિટિવ આવ્યાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેરમાં સેમ્પલ લઇ કોરોનાનાં હાલ વધુને વધુ ટેસ્ટ કરાવતા અને સંક્રમણનો ફેલાવો વધતો અટકાવવા તંત્ર દ્વારા ફરી પ્રયાસો હાથધરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં નવા કેસ સામે 4 દર્દી સાજા થયા છે. શહેરના 62 વર્ષીય વૃદ્ધ સહિત 3 કોરોના સંક્રમિત થયા છે. ચાર દર્દી સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ છે.
જેમાં શહેરના અલય પાર્કમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ, બાલાજી હોલ પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધા અને ધરમ ટોકીઝ એટલે કે આર વર્લ્ડ સિનેમા નજીક રહેતા 30 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાની આરોગ્ય ટીમે આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા તજવીજ કરી છે.