રશિયાનમા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વાર ફરી 6 વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રવિવારે થયેલી ચૂંટણીમાં તેમને 76 ટકા વોટ મળ્યા છે. જોકે વિપક્ષે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનો આરોપ લગાવ્યો છે. પુતિને સમર્થકોને કહ્યું છે કે, પરિણામ અમારા પ્રત્યે લોકોનો વિશ્વાસ અને અપેક્ષાઓ વ્યક્ત કરે છે. નોંધનીય છે કે, પુતિન સામે 7 ડમી ઉમેદવાર મેદાનમાં હતા. પરંતુ તેમના ખાસ પ્રતિસ્પર્ધક ગણાતા અલેક્સી નવાલ્નીને કાયદાકીય કારણોથી ચૂંટણી લડવા દેવામાં આવી નહતી.
ચોથીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પુતિન
વ્લાદિમીર પુતિન ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલાં તેઓ 2000-08 અને 2012માં રાષ્ટ્રપતિ તરીકે ચૂટાંયા હતા.પુતિને કહ્યું છે કે, અમારા વિચાર દેશ અને બાળકોના ભવિષ્યને મહાન બનાવશે.પુતનિ રશિયાના તાનાશાહ રહેલા જોસેફ સ્ટાલિન પછીથી સૌથી વધારે સમય સુધી સાશન કરનાર લીડર બની ચૂક્યા છે.આ વખતે અંદાજે 11 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. રશિયા સેન્ટ્રેલ ઈલેક્શન કમીશનના જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં 60 ટકા મતદાન થયુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,